અગ્રણી વૈશ્વિક પ્રબંધ સંસ્થા – ભારતીય પ્રબંધ સંસ્થા અમદાવાદ (આઈઆઈએમએ),ભારતના સાર્વભૌમ સંપત્તિ પ્રબંધક, રાષ્ટ્રીય મૂડીરોકાણ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરભંડોળ(એનઆઈઆઈએફ)ના સહયોગથી ઈએસજીમાં દેશની પ્રથમ સંશોધન ચેરની સ્થાપના કરશે.
આ નિર્ણય પર ટિપ્પણી કરીને અને ઉદ્યોગ માટે મૂળભૂત તત્વ તરીકે ઈએસજીના વધતા મહત્વને વિસ્તૃત રીતે સમજાવતાં, પ્રોફેસર એરોલ ડીસોઝા, ડાયરેક્ટર, આઈઆઈએમએએ જણાવ્યું હતું કે, “અમને એનઆઈઆઈએફ સાથે ઈએસજી માટે આ સંશોધન ચેર સ્થાપિત કરવાનો આનંદ છે. ઉદ્યોગજગત તેની કામગીરીમાં ઈએસજીને માન્ય રાખી અને સામેલ કરવાના મહત્વને વધુને વધુ સમજવા લાગ્યું છે. આ ક્ષેત્રમાં વ્યાપક સંશોધન અને સંદર્ભની ફ્રેમ ડિઝાઇન કરવાની જરૂર છે જે ભારતીય કંપનીઓને લાંબા ગાળે તેમની બિઝનેસ વ્યૂહરચના અને નિર્ણયોમાં ઈએસજી ફંડામેન્ટલ્સને એકીકૃત કરવામાં મદદ કરી શકે. ઈએસજી માટે સંશોધન ચેર સંસ્થાના નીતિ નિર્માતાઓ, પ્રેક્ટિશનરો અને વિદ્યાર્થીઓ માટે એક વ્યૂહાત્મક રોડમેપની રચના અને ઘડતર પર કામ કરશે જેથી આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસમાં અંતરને દૂર કરવામાં મદદ મળે.”
સુજૉય બોઝ, પ્રબંધ નિયામક અને મુખ્ય કાર્યકારી અધિકારી, એનઆઈઆઈએફએ કહ્યું, “અમે ઈએસજીના ક્ષેત્રમાં આઈઆઈએમએની સાથેના સહકારથી ખુશ છીએ, જે કાયમી રોકાણકાર આધારશિલામાંથી એક છે. આ સહકાર અમારા રોકાણ અને પરિસંપત્તિ સંચાલન પ્રવૃત્તિઓ અને વધુ સશક્ત ભવિષ્યનું મૂળ છે. આ સહકાર એનઆઈઆઈએફ કે એક જાગરૂક જવાબદાર, રોકાણ વ્યવસાયની પારિસ્થિતિકી તંત્રનું નિર્માણ પૂર્ણ કરે છે. ઇએસજીમાં એનઆઈઆઈએફ ચેરના કામમાં રોકાણકારો, ઉદ્યોગ અને નીતિને આગળ વધારવા માટે ઇષ્ટતમ પદ્ધતિઓ વિશે સ્પષ્ટતા પ્રદાન કરવામાં મદદરૂપ થાય તેમ છે કારણ કે અમને કાયમી રોકાણકારોના પ્રતિભાવમાં મૌલિક પરિવર્તન દેખાઈ રહ્યું છે. અમને વિશ્વાસ છે કે ઉદ્યોગના આગલા લીડર ઈએસજીની શ્રેષ્ઠ પ્રથાઓ વિકસિત કરવાના મજબૂત પાયાથી ઉપસી આવશે. આઈઆઈએમએ સાથે અમારી ભાગીદારીથી મજબૂત બનીને, અમે જીવન જીવવા યોગ્ય સુરક્ષા રાખવા અને સાર્થક અસરો પેદા કરવા માટે તે પ્રમાણેની વાતચીતનું નેતૃત્વ કરવાની આશા રાખીએ છીએ.”