હોટ ઇશા ગુપ્તા ફેશન અને ફિટનેસ અંગે સાવધાન છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તા  ફિટનેસ અને ખુબસુરતીને જાળવી રાખવા માટે હમેંશા સાવધાન રહે છે. તે આ મામલે કોઇ બાંધછોડ કરતી નથી. હવે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા ધરાવે છે. તેની પાસે કેટલાક પ્રોજેક્ટ પણ હાથમાં આવ્યા છે.જા કે તે હાલમાં વિગત આપવા માટે તૈયાર નથી. તે મલ્ટી સ્ટાર ફિલ્મોને લઇને પણ પરેશાન નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે પ્રયાસ કરે છે. તેના હાલમાં જ જારી કરવામાં આવેલા સેક્સી ફોટાને લઇને ફરી ચર્ચામાં છે.  તેની પાસે હવે હિન્દીની સાથે સાથે તમિળ અને તેલુગુ ફિલ્મ પણ આવી રહી છે. તેની હિન્દી ફિલ્મ બાદશાહો  હાલમાં રજૂ કરવામાં આવી હતી.

જા કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.  ઇશાએ કહ્યુ છે કે તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે.

તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. ૩૧ વર્ષીય સ્ટારે કહ્યુ છે કે તે ખિલાડી સ્ટાર સાથે રોમાન્સ કરવા માટે ઇચ્છ્‌કુ છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર સાથે તે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ભૂમિકા  કરવા માંગે છે. રાજ-૩ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ કહ્યુ છે કે તે પહેલાથી જ અક્ષય કુમારની મોટી ચાહક રહી છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેને નાની નાની ભૂમિકા જ મળી છે.  હાલના દિવસોમાં તેની પાસે સારી ઓફર છે.

Share This Article