જાણીતા મારુતિ ઑટોમોબાઇલ દ્વારા બહુચર્ચિત મલ્ટી યુટીલીટી વેહીકળ MUV ertiga એક નવા અવતાર માં આવી રહી છે. તેની અંદર તદ્દન નવી ડિઝાઇન અને ડેશબોર્ડ બનાવવા માં આવ્યું છે.
આ ડિઝાઇન એપ્રિલ મહિના માં ઇન્ડોનેશિયા માં પ્રથમ વખત રજુ થઇ હતી અને કાર એક્સ્પો માં પ્રદર્શિત કરવા માં આવી હતી. આ ગાડી ની વિશેષતા છે કે તે ત્રણ રો ધરાવે છે અને સાત વ્યક્તિઓ ને સમાવી શકે છે. જગ્યા અને દેખાવ ની સાથે તેની માઈલેજ પણ ખુબ આકર્ષક છે.
ડિઝલ અને પેટ્રોલ વર્ઝન 17 થી 21 કિલોમીટર પ્રતિ લીટર ની માઈલેજ નવા મોડલ માં પણ મળશે તેવી સંભાવના છે.
આ Ertiga 2018 ગાડી ડિઝાઇન ની સાથે નવા રંગો માં પણ આવી રહી છે. જેમાં 7 ઇંચ ની નવી ઈંફોરટેન્મેન્ટ સિસ્ટમ પણ શામેલ છે.આ કારની કિંમત ભારત માં નવ લાખ ની આજુ બાજુ હોવા ની ધારણા છે.
મારુતિ દ્વારા સ્વીફ્ટ અને ડિઝાયર જેવી કર ની નવી ડિઝાઇન માર્કેટ માં ઉતારી અને તેની સૃખલાંના આધુનિકરણ ની પહેલ કરી ચુકી છે અને હવે તેની આગામી કાર એરટિગા 2018 ના રૂપે આવી રહી છે.