‘અર્થરાઈટ્સ ઈન્ટરનેશનલ (ERI)’ એ કચ્છના માછીમારો વતી વર્લ્ડબેન્ક ની સંસ્થા IFS સામે અમેરિકામાં કેસ દાખલ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કચ્છના દરિયાકાંઠે માછીમારોને અને પર્યાવરણને નુકસાન કરવા બદલ વર્લ્ડ બેન્કની પેટા સંસ્થા ‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિઅલ કોર્પોરેશન’ (આઈએફસી) વિરૃદ્ધ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કેસ થયો છે. મે મહિના દરમિયાન જ તેની સુનાવણી ચાલી રહી છે. કચ્છ સ્થિત ‘માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠન (એમએએસએસ-માસ)’ અને અમેરિકા સ્થિત ‘અર્થરાઈટ્સ ઈન્ટરનેશનલ (ઈઆરઆઈ)’ નામની વિશ્વભરમાં જમીન અને પર્યાવરણના હક્કો માટે કામ કરતી સંસ્થાએ મળીને આ કેસ કર્યો છે.

સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ ‘તાતા ગ્રુપ’ની પેટા કંપની ‘કોસ્ટલ ગુજરાત પાવર પ્લાન્ટ લિમિટેડ’ કચ્છના મુન્દ્રા ખાતે આવેલી છે. થર્મલ પાવર (કોલસા આધારિત) આ ૪૧૫૦ મેગાવૉટના પ્લાન્ટ માટે આઈએફસીએ ૨૦૦૮માં ૪૫ કરોડ ડૉલરની લોન મંજૂર કરી હતી. એ પછી પ્લાન્ટ ધમધમતો થયો હતો. લોન આપ્યા પછી વર્લ્ડ બેન્કના નિયમ પ્રમાણે ઓડિટ થયું હતુ. વર્લ્ડ બેન્કના તમામ પ્રોજેક્ટનું ઓડિટ કોમ્પ્લિએન્સ એડવાઈઝર ઓમ્બડ્ઝમેન (સીએઓ) દ્વારા થતું હોય છે.

આ ઓડિટમાં ખબર પડી કે કોસ્ટલ પ્લાન્ટે પર્યાવરણિય કાયદાનો ભંગ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે પ્રોજેક્ટને કારણે સ્થાનિક પર્યાવરણને નુકસાન થયું હતુ. નિયમ પ્રમાણે પાવર પ્લાન્ટે અહીં પાણી દરિયામાં ભળતા પહેલા ઠંડુ થાય એવી સિસ્ટમ ગોઠવવાની હતી. પરંતુ એ સિસ્ટમ ગોઠવાઈ ન હતી. પ્લાન્ટનું પાણી સીધું જ દરિયામાં જવાથી સમુદ્રી પાણીનું તાપમાન વધ્યુ હતુ. તેના કારણે અહીં અનેક માછલીના મોત થયા હતા, જ્યારે બીજી માછલીઓ એ વિસ્તારથી દૂર જતી રહી હતી. જે માછલી એ વિસ્તારમાં રહી તેમની પ્રજનનક્ષમતા પણ ઘટી ગઈ હતી.  ૨૦૧૧માં સૌથી પહેલા ‘માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠને’ પ્લાન્ટના પાણી મુદ્દે ફરિયાદ કરી હતી. એ પછી વર્લ્ડ બેન્ક દ્વારા તપાસ થતાં તેમા ગરબડ મળી આવી હતી. એ પછી ઈઆરઆઈ પણ આ પર્યાવરણ સંરક્ષણ

Share This Article