ભારતમાં ખતરનાક વાયરસની એન્ટ્રી, દિલ્હીમાં મળ્યો પહેલો કેસ

Rudra
By Rudra 3 Min Read

દેશમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હીના આ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો. હવે તેના સેમ્પલની તપાસ બાદ તેમાં WHO વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. આ દર્દી હાલમાં જ વિદેશથી ભારત પરત ફર્યો છે. હાલમાં દર્દીને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કડક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને લોકોને પેનિક ના થવાની સલાહ આપવામાં આવી છે. હાલ દર્દીની હાલત સ્થિર છે. આઇસોલેટેડ દર્દીને હોસ્પિટલમાં સંપૂર્ણ પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવી રહી છે, જેથી કોઇપણ રીતે વાયરસ ફેલાવાનું જોખમ ન રહે. આ સાથે આરોગ્ય વિભાગ તે દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરી રહ્યું છે અને તેની અસર જાણવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ કેસ એક અલગ કેસ છે, જે ભારતમાં જુલાઈ 2022 પછી નોંધાયેલા 30 અગાઉના કેસ જેવો છે.

આ હાલમાં WHO ના ક્લેડ 1ના સંબંધમાં જાહેર આરોગ્ય કટોકટી (WHO દ્વારા અહેવાલ)નો ભાગ નથી, જ્યારે વર્તમાન દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ 2 WHO વાયરસની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે.

મંકીપોક્સના લક્ષણો

જો આપણે આ વાયરસથી સંક્રમિત દર્દીના લક્ષણો વિશે વાત કરીએ, તો તેને તીવ્ર તાવની સાથે સ્નાયુઓ અને પીઠમાં તીવ્ર દુઃખાવો થઈ શકે છે. આ સિવાય ગંભીર માથાનો દુઃખાવો અને શરીર પર ફોલ્લીઓ પણ થઈ શકે છે. તેથી જો આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં. વાયરસથી પીડિત દર્દીમાં તાવ 5 થી 21 દિવસ સુધી રહે છે.

WHOએ પંકીપોક્સને વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી

સરકાર વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખી રહી છે. કેટલાક એરપોર્ટ પર મુસાફરોની સ્ક્રીનિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વર્ષે 14 ઓગસ્ટના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આંતરરાષ્ટ્રીય ચિંતાને ધ્યાનમાં રાખીને મંકીપોક્સ રોગના વર્તમાન પ્રકોપને વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં WHOના કેસોમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને WHO દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનામાં પૂર્વ આફ્રિકન દેશો બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં તેના કેસમાં ઝડપથી વધારો થયો છે. આ એવા દેશો છે જ્યાં પ્રથમ વખત WHOના કેસ નોંધાયા હતા.

Share This Article