સુનિલ શેટ્ટી હાઇપ લક્ઝરી સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા
મુંબઈ: હાઇપ લક્ઝરી, ભારતનું પ્રિમિયર લક્ઝરી મોબિલિટી પ્લેટફૉર્મ અને એક વૈશ્વિક ઉપક્રમ, પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉદ્યોગસાહસિક સુનિલ શેટ્ટીને કરારબદ્ધ કરાયા અંગે જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. હાઇપ લક્ઝરી, જેનું મુખ્યમથક બેંગલુરુમાં આવેલું છે, તેની સ્થાપના દૂરંદેશી ઉદ્યોગસાહસિક રાઘવ બેલાવાડી અને વિજયા બેલાવાડીએ 2017માં કરી હતી, જે આજે ભારતમાં 23 શહેરોમાં ઝડપભેર વિસ્તરી ચૂક્યું છે અને અન્ય સાત દેશોમાં પોતાની કામગીરી ધરાવે છે. લક્ઝરી કાર, યૉટ્સ, પ્રાઇવેટ જેટ વિમાનો ભાડે ઉપયોગમાં લેવાના અપ્રતિમ અનુભવો પ્રસ્તુત કરનાર હાઇપ લક્ઝરી, એક વ્યૂહાત્મક પહેલ તરીકે સુનિઅલ શેટ્ટી સાથેના આ જોડાણ થકી નવી ઊંચાઈઓને આંબવા જઈ રહ્યું છે.
30,000 કરતાં વધુ લક્ઝરી કાર, 20,000 પ્રાઇવેટ જેટ વિમાનો, અને 1,800 લક્ઝરી યૉટની ગર્વનો અનુભવ કરાવતી વિશાળ શ્રેણી સાથે, હાઇપ લક્ઝરી સૌથી મોટા લક્ઝરી પ્લેટફૉર્મ તરીકે અગ્રેસર છે, જે વિવિધ મોબિલિટી સેવાઓને સહજતાપૂર્વક સંકલિત કરે છે. બ્રાન્ડ સાથે સુનિઅલ શેટ્ટીનું જોડાણ એક નોંધપાત્ર સીમાચિહ્ન છે, જે ભારતના સૌપ્રથમ વૈશ્વિક લક્ઝરી મોબિલિટી પ્લેટફૉર્મની સ્થાપના કરવાના હાપના સ્વપ્ન સાથેનું સંકલન છે.
પોતાનો રોમાંચ વ્યક્ત કરતાં, સુનિલ શેટીએ જણાવ્યું કે, “હાઇપ લક્ઝરીના ચહેરા તરીકે આગળ આવવામાં મને આનંદ છે કારણ કે આ જોડાણ મને ખરીદ્યા વિના વૈભવી સવલતોનો અનુભવ કરવા દે છે. હાઇપ લક્ઝરી વાહન લીઝ પર આપવાની અને જમીન પર, આકાશમાં અને પાણીમાં ઘણી વધુ ફ્લેક્સિબલ ઉપયોગ ઢબ આધારિત અનન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવે છે, જે ગ્રાહકોને તેમની મહત્ત્વકાંક્ષાઓ પામવા અને વૈભવી જીવન જીવવાના અરમાન પૂરાં કરવામાં મદદ કરે છે. રાઘવ અને વિજયાએ એ સુનિશ્ચિત કર્યું છે કે તેમની બ્રાન્ડ HNI અને UHNI શૈલીની સિદ્ધિઓ હાંસલ કરનારાઓ કે જેઓ હંમેશા આધુનિક લક્ઝરીની નવતર પરિકલ્પના આધારિત સુવિધાઓ ખરીદવાની પળોજણમાં પડ્યા વિના તે માણવા ઉત્સુક હોય, તેમની સાથે તાલ મિલાવતી રહે. મોબિલિટી સેવાઓની એક વિશ્વવ્યાપી શ્રેણીને વિસ્તારીને, તે ગ્રાહકોની પસંદગીમાં થતા ફેરફારો, ડિજિટલ, ફ્લેક્સિબલ અને વ્યક્તિગત પસંદગીના ટ્રેન્ડ પ્રત્યે સજગ રહીને અનુકૂલન સાધે છે.”
સ્થાપકો, રાઘવ અને વિજયાએ તેમના માતા-પિતાના લગ્નની વર્ષગાંઠના પ્રસંગે એક લક્ઝરી કારની ગોઠવણ કરવામાં સામનો કરવા પડેલા પડકારોના એક દુ:સ્વપ્ન સમાન અનુભવમાંથી હાઇપ લક્ઝરીનું બીજ રોપ્યું હતું. બહારની કોઈ મદદ વિના, આપમેળે કંપનીને પગભર કરીને, તેમણે કોવિડ-19 રોગચાળા દરમ્યાન પણ નફાકારક કામગીરી સુનિશ્ચિત કરીને, પોતાના બેજોડ વ્યાપાર કૌશલ્યનો પરિચય આપ્યો છે.”
તેમના જોડાવા અંગે પોતાના વિચારો જણાવવતા રાઘવ બેલાવાડી જણાવે છે કે, “શ્રી સુનિલ શેટ્ટી એ વૈભવ અને પ્રભાવના સારને મૂર્ત સ્વરૂપ આપતું વ્યક્તિત્વ ધરાવે છે, જે હાઇપ માટે એક આદર્શ ચહેરો છે. તેમનું અમારી સાથે જોડાવું એ લાલિત્ય અને ગૌરવનું સહયોજનનું પ્રતીક છે, જે હાઇપને વૈશ્વિક લક્ઝરી મોબિલિટી અનુભવોની દુનિયામાં વચ્ચે નવી ઊંચાઈ પર પ્રસ્થાપિત કરશે.” “હાઇ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ (HNIs) અને અલ્ટ્રા હાઇ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (UHNIs) ઉપર લક્ષ્ય રાખતી, આ લક્ઝરી શૈલીએ વૈશ્વિકસ્તરે 16%ના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR)ની અકલ્પ્ય વૃદ્ધિ જોઈ છે, જેને કોવિડ પછીના સમયમાં પ્રાધાન્ય મળી રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભારતમાં પ્રિમિયમ સેવાઓને અગ્રીમ હરોળમાં લઈ આવીએ.”
હાઇપ લક્ઝરી ભારતમાં 23 શહેરોમાં કાર્યરત છે, જેમાં અમદાવાદ, બેંગલોર, ચંદીગઢ, ચેન્નૈ, કોચીન, કોઇમ્બતુર, દિલ્હી એનસીઆર, ગોવા, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જોધપુર, કોલકાતા, મેંગલોર, મુંબઈ, મદુરાઈ, પોન્ડિચેરી અને અન્યોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તે દુબઈ, યુકે, અલાસ્કા, બહામાસ, કોસ્ટા રિકા, માલ્દીવ્ઝ, ન્યૂઝીલૅન્ડ અને ફ્રેન્ચ રિવિએરામાં પોતાની ઉપસ્થિતિ ધરાવે છે.