’એન્ટરટેનમેન્ટ કી રાત @૯- લિમિટેડ એડિશન: વીકએન્ડસ મનોરંજક

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

જયારે દર્શકોની માંગ હોય છે, તો અમે તેને પૂરી કરીએ છીએ! સીઝન ૧ની સફળ ઇનિંગ્સ પછી,  ’એન્ટરટેનમેન્ટ કી રાત @૯ – લિમિટેડ એડિશન  પોતાની બીજી સીઝન સાથે ફરી એક વખત આવી પહોંચેલ છે જે કોમેડી, ટનબંધ ડ્રામા, રસદાર ગોસિપ અને નિખાલસતા પૂર્ણસેલિબ્રિટી ગેસ્ટસ સાથે મનોરંજક વાતોથી ભરપૂર છે જે આને વીકએન્ડસ પર સંપૂર્ણ પારિવારિક મનોરંજન બનાવનાર છે. આ સીઝનમાં પોતાની આગવી સ્ટાઇલથી એક પછી એક વિસ્મિત કરી દેનાર કોમેડિયન્સ – મુબીન સૌદાગર, બલરાજ અને બાળ કલાકાર દિવ્યાંશ સાથે જોડાનાર આરજે અભિલાષ સાથે ઉમ્ફ અને પિત્ઝાનો ઉમેરો કરનાર હશે જાજરમાન સૌમ્યા ટંડન અને નેહા પેન્ડસે. ઓપ્ટિમિસ્ટિકસ એન્ટરટેનમેન્ટ ઇન્ડિયા પ્રા.લિ. દ્વારા નિર્મિત, આ મનોરંજક નજરાણું ૨૧મી એપ્રિલે શરૂ થઇ દર શનિવાર અને રવિવાર -રાત્રે ૯ કલાકે દર્શાવવામાં આવશે.

સીઝન ૨માં જોડાવા બાબતે બોલતાં, સૌમ્યા ટંડને કહ્યું, એક સ્વરૂપ તરીકે કોમેડી મારું મન પસંદ છે અને તે ખૂબ મુશ્કેલ પણ છે. એક પરફોર્મર તરીકે લોકોના ચહેરા પર મલકાટ લાવવાનું ખૂબ જ પરીપૂર્ણ કરી દેનાર છે. મેં ઘણાં ફોર્મેટસ હોસ્ટ કર્યા છે પણ ’એન્ટરટેનમેન્ટ કી રાત @૯ મને દર્શકો તથા શો પરના મહેમાનોનું મનોરંજન કરવા મારી એન્કરિંગ કુશળતાઓનો ઉપયોગ કરવા દે છે. આ શો મનોરંજનનું ઉચિત મિશ્રણ છે અને મને આશા છે કે ભારે પરિશ્રમ કરીને છેવટે અમે દેશભરના દર્શકોનું મનોરંજન કરવા પામીશુ.

Share This Article