ઠંડીની સિઝનની શરૂઆત થયા બાદથી માઉનટેન લવર્સની એક્સાઇટમેન્ટ વધી જાય છે. હિમવર્ષા શરૂ થવાની સાથે જ પ્રવાસીઓ પહાડી વિસ્તારોમાં ફરવા અને મોજ મસ્તી કરવા માટે પહોંચી જાય છે. હિમવર્ષાના રોમાંચની મજા અને આનંદ માણવા માટે હવે ઉત્તરાખંડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. કુદરત અને પહાડપ્રેમી લોકોને વર્ષથી ડિસેમ્બર-જાન્યુઆરી મહિના માટેનો ઇન્તજાર હોય છે. હવે વર્ષના આ જ મહિનાની ફરી શરૂઆત થઇ ચુકી છે. મોટી સંખ્યામાં લોકો સ્નોફોલની મજા માણવા માટે પહોંચી રહ્યા છે. ખાસ કરીને ઉત્તરાખંડના હિલ સ્ટેશનો પર સ્નોફોલની મજા માણવા માટેની બાબત જ એક અલગ બાબત છે. સામાન્ય રીતે જોવામાં આવે તો હિલ સ્ટેશનો પર તો કોઇ પણ સમય લોકોને મજા પડે છે. કેટલાક લોકો ગરમીમાં રાહત મેળવી લેવા માટે હિલ સ્ટેશનો પર પહોંચે છે. કેટલાક લોકો હિમવર્ષાની મજા માણવા માટે પહાડો પર પહોંચે છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડના હિલ સ્ટેશનો લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે.
ઉત્તરાખંડના જે વિસ્તારો પર પ્રવાસીઓ સૌથી વધારે આકર્ષિત થઇ જાય છે તેમાં ઓલી, ધનોલ્ટી, તુંગનાથ, મુનસ્યારી, નેનિતાલનો સમાવેશ થાય છે. ઓલીની વાત કરવામાં આવે તો તાપમાન ઘટી જવાની સાથે જ ઓલી કોઇ ડ્રીમલેન્ડ સમાન બની જાય છે. જો તમને સ્પોર્ટસ એડવેન્ચર વધારે પસંદ છે તો ઓલીની યોજના બનાવી શકાય છે. નદીઓની ઉપરથી, કોઇ જગ્યાએ સુરંગની વચ્ચેથી અને કેટલીક જગ્યાએ અન્ય રોમાંચક વાતાવરણ વચ્ચે સૌથી લાબા રેલવે રૂટ રહેલા છે.
આવી જ રીતે મસુરીથી ૨૪ કિલોમીટરના અંતરે સ્થિત ઘનૌલ્ટીમાં હિમવર્ષા અને બરફની ચાદર તમામ લોકોનુ ધ્યાન ખેંચે છે. દેવદારના વૃક્ષો, બરફના શિખરો અને અન્ય પ્રવૃતિઓ તમામને આજીવન યાદ રહી જાય તેવી બાબતો જોવા મળે છે. તુગનાથમાં બરફ સાથે ઢંકાયેલી ચાદર જોવા માટેની અલગ મજા છે. મુનસ્યારી ઉત્તરાખંડ જતા પ્રવાસીઓની વચ્ચે હાલમાં સૌથી લોકપ્રિય જગ્યા તરીકે બની ગઇ છે. નૈનિતાલ તો તમામ જગ્યાએ દશકોથી ફેમિલી માટે હોટફેવરીટ સ્થળ તરીકે છે. તેને ફેમિલી ડેસ્ટીનેશન તરીકે પણ ગણવામાં આવે છે.
જો તમે પરિવારની સાથે સ્નોફોલની મજા માણવા માટે ઇચ્છુક છો તો નૈનિતાલ માટે પ્લાન કરી શકાય છે. ઉત્તરાખંડમાં સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન તરીકે નેનિતાલને ગણવામાં આવે છે. નૈનિતાલ હવે ઉત્તરાખંડના જ્યુડિશિયલ કેપિટલ તરીકે પણ છે. અહીં હવે હાઇકોર્ટની રચના કરવામાં આવી ચુકી છે. કુમાઉ ડિવીઝનના હેડક્વાર્ટસ તરીકે પણ તેને ગણવામાં આવે છે. નેનિતાલને ઉનાળા પાટનગર તરીકે પણ કેટલાક લોકો ગણે છે. નૈનિતાલ રાજ્યના પાટનગર દહેરાદુનથી ૨૮૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. જ્યારે દિલ્હીથી ૩૪૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. નૈનિતાલમાં પરિવારની સાથે હિમવર્ષાની મજા માણવા માટે હમેંશા લોકો આ સિઝનમાં મોટી સંખ્યામાં પહોંચે છે. આઇશેપ લેક નેનિતાલ લેક તમામનુ ધ્યાન ખેંચે છે. નેનિતાલ ચારેબાજુ પહાડથી છવાયેલા વિસ્તાર તરીકે છે.