નવી દિલ્હી: સિનિયર સિટિઝન પેન્શનરોને પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા હવે બે મહિનાનો સમય મળશે. દર વર્ષે નવેમ્બરમાં વર્તમાન એક મહિનાના ગાળાના બદલે પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા બે મહિનાની વિન્ડો મળશે. સરકાર દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, આ પેન્શનરો દર વર્ષે પહેલી ઓક્ટોબરથી રજૂ કરી શકે છે. પહેલા પહેલી નવેમ્બરના દિવસે સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર રહેતી હતી. અત્રે નોંધનીય છે કે, લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર દર વર્ષે રહે છે. કારણ કે તેમનું પેન્શન ખુબ મહત્વનું રહે છે.
આના કારણે પેન્શનરોને વધારે પ્રમાણમાં ફ્લેÂક્સબિલિટી મળી શકે છે. સિનિયર પેન્શનરો ૮૦ વર્ષથી ઉપરના હોય છે અને તેમના લાઇફ સર્ટિ રજૂ કરવાની તક આપવામાં આવે છે. હાલમાં આ સર્ટિફિકેટ પહેલી નવેમ્બર અને ૩૦મી નવેમ્બર વચ્ચે રજૂ કરવાના હોય છે. આની ખુબ અસર હોય છે. સરકારી પેન્શનરોને પણ નવેમ્બરના મહિનામાં દર વર્ષે જીવનપ્રમાણ અથવા તો લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર હોય છે. વ્યક્તિ પેન્શન મેળવી રહી છે તેની ખાતરી કરવા બેંકોને આ પ્રકારના પુરાવા આપવાના હોય છે.
મહિના દરમિયાન જો આ પ્રકારના પ્રમાણપત્ર આપવામાં આવતા નથી તેમના પેન્શનને સંબંધિત સરકારી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવે છે. એક વખતે પેન્શન બંધ થઇ જાય ત્યારે તેને ફરી શરૂ કરવામાં ખુબ જટિલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા માટે લાઈનોમાં ઉભા રહેવાની સાથે સાથે અન્ય મુશ્કેલીઓ પણ જોરદાર ધસારાના કારણે જોવા મળે છે જેથી સારા સમાચાર એ છે કે, સિનિયર સિટિઝન પેન્શનરોને લાઇફ સર્ટિ રજૂ કરવા બે મહિના મળશે.