ઇંગ્લેન્ડે ૧૦૦૦મી ટેસ્ટ જીતી ઇતિહાસ રચ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બર્મિગહામઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ‹મગ્હામના એજબેસ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડે ભારત પર ૩૧ રને જીત મેળવી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડ પોની ૧૦૦૦મી ટેસ્ટ મેચ જીતી ઇતિહાત રચવામાં સફળતા મેળવી હતી.

ઇંગ્લેન્ડ હવે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦થી આગળ છે. મેન ઓફ ધ મેચ તરીકે સેમ કરેનની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટમાં કરેને પાંચ વિકેટ ઝડપી હતી. ભારત ૧૯૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર ૧૬૨ રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ ૫૧ રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં પણ કોહલી સિવાય તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા.

ભારત તરફથી છેલ્લે હાર્દિક પંડ્યાની વિકેટ પડી હતી. બેન સ્ટોકે હાર્દિક પંડ્યાને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.  ચોથા દિવસની પ્રથમ ઓવરમાં જ દિનેશ કાર્તિક આઉટ થયો હતો. ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સે બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટ ઝડપી.

આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ ૫૩ ઓવરમાં ૧૮૦ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં ઇંશાત શર્માએ એક ઓવરમાં ૩ વિકેટ લીધી હતી. ત્રીજા દિવસની રમતમાં લંચ પહેલા ૩૧મી ઓવરમાં ઇંશાતે બીજા બોલ પર બેયરસ્ટો, ચોથા બોલ પર બેન સ્ટોક્સને આઉટ કર્યા હતા. જ્યારે લંચ પછીની ઓવરના છેલ્લા બોલ પર ઇશાંતે બટલરની વિકેટ ઝડપી પાડી હતી.

ઇશાંત શર્મા એજબસ્ટનના આ મેદાનમાં એક ઇનિંગમાં ૫ કે તેનાથી વધારે વિકેટ લેનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. આ પહેલા કપિલ દેવ ૧૯૭૯માં ૫/૧૪૬ અને ચેતન શર્મા ૧૯૮૬માં ૬/૫૮ આ સિદ્ધિ હાંસલ કરી ચુક્યા છે. ઇશાંત શર્માએ ટેસ્ટમાં ૨૪૪ વિકેટનો સ્કોર બનાવ્યો છે. આ પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, ઝહીર ખાન, બિનશન સિંહ બેદી, વીએસ ચંદ્રશેખર અને જવાગલ શ્રીનાથે ટેસ્ટમાં ૨૦૦થી વધુ વિકેટ લીધાની સિદ્ધિ હાંસલ કરી છે.

Share This Article