લીડ્સ : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે હવે આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડની ટક્કર શ્રીલંકા સામે થનાર છે. ઇંગ્લેન્ડની ટીમના તમામ ખેલાડીઓ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે જેથી આ ટીમ હોટફેવરીટ ટીમ તરીકે મેદાનમાં ઉતરી રહી છે. શ્રીલંકાની સામે જોરદાર દેખાવ કરવા માટે ઇંગ્લેન્ડની ટીમ સંપૂર્ણ તૈયાર છે. લીડ્સ ખાતે આ મેચ રમાનાર છે. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોય, રૂટ, મોર્ગન અને બટલર જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બેન સ્ટોક્સ પણ જોરદાર ફોર્મમાં છે. ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ હજુ સુધી સૌથી શાનદાર રહ્યો છે. અન્ય તમામ ટીમો કરતા તેનો દેખાવ જોરદાર રહ્યો છે. આવતીકાલની મેચમાં પણ તેમની પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે.
ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી
મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં અન્ય ટીમો કરતા મજબુત છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જાસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ
શ્રીલંકા : કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના , લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસે