લંડનઃ ઇંગ્લેન્ડની સામે પહેલી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે તેની ૧૩ સભ્યોની ટીમ જાહેર કરવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જોવા મળી રહી છે.
ટ્વેન્ટી અને વનડે શ્રેણી રોચક રહ્યા બાદ હવે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થવા જઇ રહી છે. જો રૂટના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. જાઇ રૂટ પોતે આધારભુત બેટ્સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. શરૂઆતની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત પણ થઇ ચુકી છે. ઇંગ્લેન્ડની સામે હાલમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને તક આપવામાં આવી નથી. ટીમમાં બે બે વિકેટ કીપર રાખવામાં આવ્યા હતા. દિનેશ કાર્તિકની સાથે ઋષભ પંતને પણ તક આપવામાં આવી હતી.
ઇંગ્લેન્ડની સામે છેલ્લી વનડે મેચમાં સારી બેટિંગ કરનાર ઝડપી બોલર શાર્દુલને પણ જગ્યા ભારતીય ટેસ્ટ ટીમમાં મળી ગઇ છે. હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોની શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧ થી જીત મેળવી હતી.
આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે. ટીમમાં રશિદનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ ભારતને ભારે પડી શકે છે. ટીમની જે રીતે પસંદગી કરવામાં આવી છે તે જાતા તે વધારે સારી અને સંતુલિત ટીમ છે. ઇંગ્લેન્ડની ટીમમાં સૌથી આધારસ્તંભ તરીકે કુક છે. તે ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. ૧૨ હજારથી પણ વધારે રન તે ઇંગ્લેન્ડ તરફથી રમતા કરી ચુક્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ ઃ જાઇ રૂટ, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જાઇ બટલર, એલિસ્ટર કુક, સામ કુરેન, કેટન જેનિગ્સ, ડેવિડ માલન, અદિલ રશિદ, બેન સ્ટોક્સ, જાહની બેરશો,