લોર્ડસ : રોમાંચ, રોમાંચ અને માત્ર રોમાંચ. લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ અડધી રાત્રી રમાઇ હતી. જેમાં ક્રિકેટની તમામ સર્વોપરિતા જોવા મળી હતી. રોમાંચની ચરમસીમા પણ જોવા મળી હતી. ક્રિકેટની રચના કરનાર યજમાન ઇંગ્લેન્ડ અને સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરનાર ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે આ ફાઇનલ મેચ રમાઇ હતી. લોર્ડસના મેદાનમાં હાઉસફુલની સ્થિતી હતી. ખેલાડીઓની સાથે સાથે સમર્થકો અને તમામ ક્રિકેટ ચાહકોના ધબકારા પણ વધેલા હતા. વિશ્વમાં આવી ફાઇનલ મેચની કલ્પના ક્યારેય કોઇ ચાહકે કરી ન હશે. સમગ્ર વિશ્વ કપમાં આવી ફાઇનલ મેચમાં ચાહકો એ એક બોલને લઇને રોમાંચની ચરમસીમા અનુભવી રહ્યા હતા.
ફાઇનલ મેચ પહેલા અતિ રોમાંચક વાતાવરણમાં પ્રવેશ કરી ગયા બાદ અંતે ટાઇ રહી હતી. ત્યારબાદ મેચ અંગે નિર્ણય લેવા અને વિશ્વ વિજેતા કોણ છે તે નક્કી કરવા માટે સુપર ઓવરની મદદ લેવામાં આવી હતી. સુપર ઓવર પણ ટાઇ રહી હતી. બંને ટીમોના સુપર ઓવરમાં ૧૫ ૧૫ રન રહ્યા હતા. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે પહેલા નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૪૧ રન બનાવી લીધા હતા. તેમની તરફથી હેનરી નિકોલસે ૭૭ બોલમાં ૫૫ રન કર્યા હતા. વિલિયમસને ૩૦ રન કર્યા હતા. બંનેએ બીજી વિકેટની ભાગીદારીમાં ૭૪ રન ઉમેરી લીધા હતા. ઇંગ્લેન્ડને જીતવા માટે ૨૪૨ રનની જરૂર હતી. પરંતુ તેના પણ ચાર વિકેટ ૮૬ રનમાં પડી ગયા હતા. બેન સ્ટોક્સ ૯૮ બોલમાં ૮૪ રન બનાવીને અણનમ રહ્યો હતો.
જાસ બટલરે ૬૦ બોલમાં ૫૯ રન કર્યા હતા. આ બંનેએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૧૦ રન કરી લીધા હતા. જા કે અંતે ઇંગ્લેન્ડની ટીમ પણ ૨૪૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડને મેચમાં છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૫ રનની જરૂર હતી. બોલિંગ બોલ્ટને આપવામાં આવી હતી. આવી સ્થિતીમાં બેન સ્ટોક્સે ત્રીજા બોલમાં છગ્ગો ફટકારી દીધો હતો. બોલ્ટે ચોથા બોલમાં બે રન માટે દોડ્યો હતો. પરંતુ મિડવિકેટ પરથી વિકેટકિપરની તરફ થ્રો ફેંકવામાં આવ્યો હતો. આ થ્રો બેન સ્ટોક્સના શરીરથી ટકરાવીને બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. ઇંગ્લેન્ડને આ એક બોલ પર છ રન મળી ગયા હતા.
છેલ્લા બે બોલમાં ઇંગ્લેન્ડને ત્રણ રનની જરૂર હતી. બેન સ્ટોક્સે એ વખતે રાશિદ સાથે વાતચીત કરી હતી. જેમ જ સ્ટોક્સે બોલને રમ્યો કે બંને રન લેવા માટે દોડી ગયા હતા. જેમાં પ્રથમ રન પૂર્ણ કર્યાબાદ બીજા રનના ચક્કરમાં સેન્ટરના થ્રોથી બોલ્ટે બોલ્ટે રાશિદને રન આઉટ કરી દીધો હતો. પરંતુ તે નિરાશ હતો. ત્યારબાદ સ્ટોક્સની પાસે છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી. છેલ્લા બોલ પહેલા સ્ટોક્સે ફરી વુડ્સ સાથે વાતચીત કરી હતી. બોલ્ટે સાવધાનીથી ચતુરાઇ ભરેલો બોલ ફેંક્યો હતો. ત્યારબાદ બેન સ્ટોક્સ દોડી ગયો હતો. પ્રથમ રન પૂર્ણ થયો પરંતુ બીજા રનમાં વુડ આઉટ થઇ ગયો હતો. જેથી મેચ ટાઇ પડી હતી. સુપર ઓવરમાં પણ આવી જ સ્થિતી રહી હતી. સુપર ઓવરમાં ઇંગ્લેન્ડની સામે પડકાર હતો. સુપર ઓવરમાં જ બોલ્ટની સામે સ્ટોક્સ હતો. પ્રથમ બોલમાં સ્ટોક્સે ત્રણ રન લીધા.