બ્રિટનમાં 24 કલાકમાં ત્રીજા મંત્રીએ આપ્યુ રાજીનામુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજા મંત્રીએ રાજીનામુ આપતા બ્રિટનનુ રાજકારણ ગર્માયુ છે. પ્રધાનમંત્રી થેરેસાની સરકારને ચિંતાતુર કરી મુકી છે. મંત્રી ડેવિસ અને સ્ટીવ બેકર બાદ હવે બ્રિટનના વિદેશમંત્રી બોરિસ જોનસને પણ રાજીનામુ આપી દીધુ છે.

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેની બ્રેક્ઝિટ રાજનીતિના લીધે હવે સરકારની કેબિનેટમાં મતભેદ ઉભા થઇ ગયા છે. બ્રિટનના યુરોપીયન સંઘથી જુદા પડવાની તારીખ નજીક આવી ગઇ છે. ત્યારે પ્રધાનમંત્રી થેરેસા પર રાજનૈતિક દબાવ વધી ગયો છે. આવામાં વિદેશમંત્રી બોરિસ જોનસનનું રાજીનામુ સરકાર માટે મોટો ઝટકો સાબિત થયો છે. ફક્ત ભારત જ નહી પરંતુ દુનિયાભરની રાજનીતિમાં હવે ગરમાવો આવી ગયો છે.

ભારતમાં પણ 2019ની ચૂંટણી આવતા ચૂંટણી પ્રચાર શરૂ થઇ ચૂક્યા છે. ત્યારે બ્રિટનમાં 2016માં જનતાના મતથી યુરોપિયન સંધમાંથી છુટા પડવાનો નિર્ણમય થયો હતો. હવે જ્યારે તેની તારીખ નજીક  આવી રહી છે ત્યારે ત્રણ મંત્રીઓના રાજીનામાથી મામલો વધુ ગંભીર બન્યો છે. હવે થેરેસા સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેમ જણાઇ રહ્યુ છે.

Share This Article