દેશમાં એન્જિનિયરિંગના શિક્ષણને લઇને નિરાશાજનક ચિત્ર સપાટી પર આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે દેશના ૮૦ ટકાથી વધારે એન્જિનિયરો આજની કુશળ વ્યવસ્થા મુજબ નોકરીને લાયક નથ. આ સર્વે મુજબ કહેવામાં આવ્યુ છે કે શિક્ષણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ સર્વેક્ષણ ૭૫૦થી વધારે કોલેજના એક લાખ ૮૦ હજાર વિદ્યાર્થીઓને આવરી લઇને કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. સર્વેમાં જાણવા મળ્યુ કે માત્ર ત્રણ ટકા એન્જિનિયરોન પાસે જ આર્ટિફિશિયલ ઇન્જેલિજન્સ, મસન લ‹નગ, ડેટા સાયન્સ અને મોબાઇલ ડેવલપમેન્ટ જેવી માંગ ધરાવતા ક્ષેત્રોમાં નવી અને જુની ટેકનોલોજ અંગે માહિતી છે. રિપોર્ટમાં ભારતીય એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની બેરોજગાર અને કેટલીક બાબતો તરફ ઇશારા કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં એક કરતા વધારે ઇન્ટર્નશીપ કરનાર વિદ્યાર્થી માત્ર સાત ટકા છે. જ્યારે ૪૦ ટકા એન્જિનિયરો માત્ર એક ઇન્ટર્નશીપ કરે છે. માત્ર ૩૬ ટકા એન્જિનિયરો જ એવા છે જે પોતાના કોર્સ કરતા અલગ કોઇ પ્રયોગ કરતા રહે છે. પરિણામ એ છે કે આજે જુદા જુદા પ્રકારની સમસ્યાને ઉકેલવાના બદલે સમસ્યા વધારે ગંભીર બની રહી છે. જુદા જુદા પ્રકારની સમસ્યાને હલ કરવા માટે યોગ્યતા ભારતીય એન્જિનિયરો હાંસલ કરી શક્યા નથી. કોલેજાંમાં વ્યવહારિક જ્ઞાન ઓછા પ્રમાણમાં અને સૈધ્ધાતિક જ્ઞાન વધારે આપવામાં આવે છે. ૬૦ ટકા શિક્ષકો ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાત માટે કોઇ ચીજા પર વાત કરતા નથી. ઇન્ડસ્ટ્રીઝ પર માત્ર ૪૭ ટકા એન્જિનિયરો કરે છે. બાકીના વિદ્યાર્થીઓ તો માત્ર કિતાબી જ્ઞાન હાંસલ કરીને પરીક્ષા આપે છે અને સારા નંબર પણ મેળવે છે. જા કે તેમને આગળ ચાલતા તકલીફનો સામનો કરવો પડે છે.
આ ચિત્ર ચોક્કસપણે નિરાશ કરે તે પ્રકારનુ છે. હાલમાં કેટલાક રિપોર્ટ આવ્યા છે જેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવી રહ્યુ છે કે દેશમાં એન્જિનિયરિંગ શિક્ષણમાં અનેક ખામી છે. છેલ્લા એક દોઢ દશકમાં દેશમાં એન્જિનિયરિંગ કોલેજના ક્ષેત્રમાં પુર જેવી સ્થિતી છે. જેમાંથી મોટા ભાગની કોલેજાને જંગી ફી સાથે મતલબ હોય છે. આ કોલેજા તેમની ફેકલ્ટીને મજબુત કરવા માટે ક્યારેય પ્રયાસ કરતા નથી. માત્ર ડિગ્રી આપીને નિશ્ચિત થઇ જાય છે. પરંતુ આ પ્રકારના ડિગ્રી ધારક એન્જિનિયરોને બજાર પોતાના લાયક સમજતા નથી. જેથી બેરોજગાર એન્જિનિયરોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. વર્ષ ૨૦૧૬માં બીઇ બીટેકના આશરે આઠ લાખ ડિગ્રી ધારકો પૈકી માત્ર ૪૦ ટકા વિદ્યાર્થીઓને કેમ્પસમાં પસંદ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતીમાં એન્જિનિયરિંગને લઇને વિદ્યાર્થીઓના મોહ ભંગ થઇ રહ્યા છે. બીઇ અને બીટેકની આશરે ૧૫.૫ લાખ સીટોમાં ૫૧ ટકા સીટો ૨૦૧૬ અને ૧૭માં ખાલી રહી ગઇ હતી. જાણકાર લોકોનુ સુચન છે કે પહેલા વર્ષથી એન્જિનિયરિંગ કોલેજાને વિદ્યાર્થીઓની રોજગાર લક્ષી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરવી જાઇએ. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને કુશળ બનાવવા માટે કાર્યક્રમ આધારિત ટ્રેનિંગ યોજના ચાલે તે પણ જરૂરી છે. સ્થિ