એન્જિએક્સ્પો 2022ને અભૂતપૂર્વ પ્રતિસાદ અને સમર્થન મળ્યુ છે અને તેમાં ભારતભરની વિવિધ ક્ષેત્રો અને ડોમેનની 500થી વધુ એન્જિનીયરીંગ કંપનીઓ ભાગ લેશે. આ ત્રણ દિવસમાં 50,000થી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી શક્યતાઓ છે. “એન્જિએક્સ્પો એન્જિનીયરંગ વિશ્વની અદ્યતન ટેકનલોજીઓ અને પ્રોડક્ટસનું પ્રદર્શ કરવાની અતુલનીય તક પૂરી પાડે છે અને પ્રદર્શનોમાં અને વ્યાપારી મેળાઓમાં તે એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. વધુમાં તે દેશના ઉદ્યોગ અગ્રણીઓ, સંશોધકો અને ઉદ્યોગસાહસિકોને નેટવર્કીંગ, વિચારોની આપલે અને કારોબાર વૃદ્ધિની સુંદર તક પૂરી પાડશે.
એન્જિએક્સ્પોને મળેલા પ્રતિસાદને જોતા અમને આ વખતે પણ નવી ઊંચાઇએ સ્પર્શવાનો આત્મવિશ્વાસ છે,” એમ 2વેએડવર્ટાઇઝીંગના સીઇ અંબાલાલ ભંડારકરે કે જેઓ ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સંયુક્ત રીતે એન્જિએક્સ્પોનું આયોજન કરી રહ્યા છે તેમણે જણાવ્યુ હતુ.સ્થાનિક એન્જિનિયરિંગ ઉદ્યોગની ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડીને અને તેની સંભવિતતાને ખુલ્લી કરવામાં મદદ કરીને, એન્જિએક્સ્પોએ મેક ઇન ઇન્ડિયા અને અન્ય ઝુંબેશને પણ મોટું પ્રોત્સાહન આપ્યું છે.
એન્જિએક્સ્પો 2022ના પ્રદર્શકો વેલ્ડીંગ મશીન, વેલ્ડીંગ રોબોટ, લેસર કટીંગ મશીન, સલામતી સાધનો, પાવર ટૂલ્સ, હેન્ડ ટૂલ્સ, CNC/VME મશીન, હાઇડ્રોલિક શીયરીંગ મશીન, એર કોમ્પ્રેસર, બ્લોઅર, પરીક્ષણ સાધનો, વૈજ્ઞાનિક સાધનો, ગિયરબોક્સ, એલિવેટર, કન્વેયર સિસ્ટમ, ઇલેક્ટ્રિક મોટર, લાઇટિંગ પોલ, ટ્રાન્સફોર્મર, કંટ્રોલ પેનલ વગેરે સહિત વિવિધ એન્જીનીયરીંગ ક્ષેત્રો સાથે સંબંધ ધરાવે છે. એન્જિએક્સ્પો 2022 અમદાવાદમાં 17 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે, ત્યારે તેની આગામી આવૃત્તિ સુરતમાં 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આગામી વર્ષે 17 થી 20 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં તે પછીની આવૃત્તિ અને વડોદરામાં વર્ષ 2024માં 17 થી 19 ફેબ્રુઆરીમાં આયોજિત કરાશે.