અમદાવાદના બસ્કર્સ કોર્નર ખાતે એનર્જી હીલર અને થેરાપિસ્ટ મિતાલી પટેલે રોજ લેટ્સ ટોક મેન્ટલ હેલ્થ વિષય ઉપર એક ઓપન માઇક કાર્યક્રમ કર્યો હતો. યુવાનોમાં માનસિક આરોગ્ય અંગે વધુ જાગૃતતા ફેલાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સંવાદ દરમિયાન ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ ઉપર પણ ચર્ચા થઈ હતી. અત્યારે ભારતમાં આ કાયદા અંગે જાણકારી અને માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાની અપેક્ષાઓ અને કઈક મેળવવા માટે દોટ લગાવી રહ્યા છે ત્યારે માનસિક આરોગ્ય ઉપર તેની અસર થાય છે. બાળપણના આઘાત કે સમાજિક વ્યવસ્થાને અનુરૂપ હોય નહિ તે પ્રકારની કૌટુંબિક વર્તણૂકનો લીધે જીવનમાં આગળ વધતા તેની માનસિક અસરો જોવા મળે છે. વ્યક્તિના શારીરિક, આરોગ્યલક્ષી, સંવેદના, કરિયર, નાણાકીય આયોજન, સંબંધો, શિક્ષણ, વગેરે દરેક ઉપર આ સ્થિતિની અસર જોવા મળે છે. જાગૃતતા, સભાનતા થકી માનસિક આરોગ્ય સંતુલિત રાખી શકાય છે. આ સંવાદમાં. સશકત માનસિક આરોગ્ય અને સંતુલન માટે જરૂરી કેટલાક કિમિયા પણ હિલર મિતાલી પટેલે સૂચવ્યા હતા.