ટાટા નેનોએ દરેક સામાન્ય માણસને પોતાની કાર મળી રહે તે માટે નેનો નામની નાની અને દરેક લોકો ખરીદી શકે તેવી કાર લોન્ચ કરી હતી. રતન ટાટાના આ ડ્રીમ પ્રોજેક્ટનું પ્રોડક્શન હવે બંધ થઇ રહ્યું છે. સૂત્રો અનુસાર જૂન ૨૦૧૮માં ફક્ત એક જ કારનુ પ્રોડક્શન થયુ છે. આવા સમયમાં હવે નેનો કારના ભવિષ્ય પર સવાલ ઉભા થયા છે.
રતન ટાટાના સપનાની ગાડીનુ પ્રોડક્શન હવે બંધ થઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. કારણકે ભારતીય બજારમાં છેલ્લા થોડા સમયમાં ફક્ત ૩ જ ગાડીઓ વેચાઇ હતી. જૂન મહિનામાં ૧ જ ગાડીનું ઉત્પાદન થયુ હતુ. જેના લીધે નેનો પ્લાન્ટ બંધ થઇ જશે તેમ લાગી રહ્યું છે.
ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યુ કે, હાલ જેવી રીતે નેનોનું માર્કેટ ડાઉન થઇ ગયુ છે તેમ ૨૦૧૯ બાદ શું થશે તેનો નિર્ણય હજૂ થઇ શક્યો નથી. હાલમાં જેવી રીતે નેનોનું વેચાણ છે તે જોઇને તો તેવુ જ લાગી રહ્યુ છે કે નેનો પ્લાન્ટ બંધ થઇ જશે.