યોગી આદિત્યનાથ ની સરકાર માં અપરાધ રોકવા માટે યુપી પોલીસ ખુબજ સાબદી બની ગઈ હોવા નું દેખાઈ રહ્યું છે. પાછળ 24 કલાક માં અલગ અલગ અપરાધીઓ ના ઠેકાણા ઉપર છાપ મારવા માં આવ્યા હતા. આ પ્રક્રિયા માં લગભગ 180 જેટલા અપરાધીઓ ની ગિરફ્તારી નોંધવા માં આવી હતી.
યુપી ના DGP દ્વારા અપાયેલ માહિતી મુંજબ આ અપરાધીઓ પાસે થી AK – 47 પણ બારમત કરવા માં આવી હતી અને આ આરોપી કતલ ના કેસ માં નોઈડા પોલીસ દ્વારા વોન્ટેડ પેડ જાહેર કરાયો હતો. આ અપરાધી ઉપર એક લાખ નું રોકડ ઇનામ પણ જાહેર કરાયું હતું, અને પોલીસ તથા ઇન્ટેલિજન્સ બ્યુરો ઘણા સમય થી તેની બાતમી મેળવી રહી હતી.
આંકડા મુજબ પાછલા માર્ચ થી અત્યાર શુઘી 45 અપરાધીઓ એન્કાઉન્ટર માં માર્યા ગયા છે અને તેમાંથી 12 તો 2018 માં જ માર્યા ગયા છે. યૂપી પોલીસની ઘણા સમય થી વિસ્તાર માં થતા અપરાધ માટે ટીકા થતી હતી અને યોગી સરકારે તેના માટે બયાન આપ્યું હતું કે ” બંધુક નો જવાબ બંધુક થી જ આપવા માં આવશે” , હવે તે વિધાન પરનો એક્શન પ્લાન સફળ થતો દેખાઈ રહ્યો છે.