લોકસભાની ચૂંટણી માટે તખ્તો ગોઠવાઇ ગયો છે. આક્રમક પ્રચારમાં રાજકીય પક્ષો લાગેલા છે. આ ચૂંટણીમાં રોજગારીનો મુદ્દો પણ છવાયેલો રહે તેમ માનવામાં આવે છે. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યુ છે કે રોજગારની કોઇ કમી નથી પરંતુ આંકડાની દુવિધા છે આંકડા મળી રહ્યા નથી. રોજગારીને લઇને ભારતમાં હમેંશા ચર્ચા રહે છે. પુરતી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહી નથી તેને લઇને ફરિયાદ ઉઠી રહી છે. સરકાર માને છે કે રોજગારી વધારી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે. બીજી બાજુ સામાન્ય લોકો માને છે કે આ ક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. કોઇ નિષ્ફળતાને છુપાવવા માટે કલા અમારા રાજનેતાઓ પાસેથી જ શિખવા જેવી છે. જે વચન પાળી શકતા નથી તે બાબતોને પણ ખુબ જ વિનમ્રતા સાથે સ્વીકાર કરવાના બદલે કોઇને કોઇ રસ્તો શોધી કાઢે છે.
લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પહેલા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુબ કુશળતા આ મુદ્દે દર્શાવી હતી. મોદી માને છે કે દેશમાં રોજગારીની તક તો ઉભી થઇ રહી છે. જા કે સરકાર પાસે તેના આંકડા નથી. સવાલ એ છે કે દેશમાં આજે દરેક ચીજાના આંકડા રહેલા છે ત્યારે નોકરીના આંકડા એકત્રિત કરવામાં સમસ્યા શુ આવી રહી છે. આ વર્ષે રેલવેમાં ૯૦ હજાર નોકરી માટે બે કરોડ ૮૦ લાખ દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. એટલે કે એક સીટ માટે આશરે ૩૦૦ દાવેદાર રહ્યા હતા. દરેક પ્રકારની ભરતીની સ્થિતી હાલમાં એવી જ રહેલી છે. ચોથા વર્ગના કર્મચારીની એક જગ્યા માટે ૩૦૦-૪૦૦ ફોર્મ આવવાની બાબત સામાન્ય બાબત છે. આ સ્થિતી રોજગારીની તકની કમી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે.
બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે છે કે બેરોજગારીના મુદ્દાપર વિરોધ પક્ષો તેમને બિનજરૂરી રીતે ઘેરે છે. આ સવાલ વિપક્ષનો નથી પરંતુ દેશનો છે કે નોકરીની તક કેમ ઝડપથી ઉભી થઇ રહી નથી. દેશના કરોડો લોકો આ પ્રશ્ન કરી રહ્યા છે. ચૂંટણી પહેલા મોદી તેમની સભામાં પાંચ વર્ષમાં ૧૦ કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી રહ્યા હતા. સરકારને હવે આસંબંધમાં હિસાબ આપવાની જરૂર છે. સરકારને આ બાબતનો હિસાબ આપવાની જરૂર છે કે છેલ્લા ચાર વર્ષના ગાળામાં કેટલા યુવાનોને રોજગારીની તક આપવામાં આવી છે. કેટલાને રોજગારી મળી ગઇ છે. આંકડા નહીં હોવાની વાત કરીને મોદીએ દેશના લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા છે. મોદીએ દેશને પારદર્શી સરકાર આપવાની પણ વાત કરી હતી. પારદર્શી સરકારનો અર્થ છે કે જે પણ કામ કરવામાં આવે તે તમામ કામોને પ્રજાની સમક્ષ રજૂ કરવામાં આવે. આ રાજકીય પેંતરાબાજીનો નહીં બલ્કે વિશ્વસનીયતોનો પ્રશ્ન છે. જ્યાં યોગ્ય લાગે ત્યા આંકડા આપીને પ્રશંસા મેળવી લેવાની બાબત યોગ્ય નથી. જ્યારે નિષ્ફળતા મળે ત્યાં આંકડા નથી તેમ કહીને જવાબદારીમાંથી છુટી જવાય નહી. જનભાવનાની સાથે ચેડા કરવાની બાબત યોગ્ય નથી.