વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. ત્યારે ઈવીએમ લઈને આવેલા કર્મચારીઓનું રીસીવિંગ સેન્ટર ખાતે મોડીરાત્રે તાલીઓના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ ઈવીએમ લઈને ચૂંટણી પૂરી થયા બાદ ગામોમાંથી રીસીવિંગ સેન્ટર ખાતે રાત્રીના પહોંચતા હોય છે. ત્યારે તેમની આ કામગીરીને બિરદાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું સ્વાગત તાલીઓના નાદ સાથે કરીને આવકાર્યા હતા.ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ આવા અદકેરા સ્વાગતથી ખુશ થઈ ગયા હતા. ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભાની બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની કામગીરી પૂર્ણ થઈ હતી. વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લોકશાહીના આ અવસરની ઉજવણી કરી હતી.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more