ગાંધી જયંતિના પર્વ નિમત્તે ધ લીલા ગાંધીનગર દ્વારા હોટલ પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલ, સ્વચ્છતા સાથે ગાંધીવાદી જીવનશૈલી અને સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે હોટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ધ લીલા ગાંધીનગરના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં ભાગ લીધો હતો અને દરેકને સ્વચ્છતાને પોતાની દિનચર્યાનો એક ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી.

