કર્મચારીના નોકરીના સ્થળ પર સંતોષ અને ખુશીના કંપની અને દેશની પ્રગતિ સાથે સીધા સંબંધ રહેલા છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં પણ આ બાબત સાબિત થઇ ગઇ છે. હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કોઇ કંપનીના કર્મચારીઓ તેની સાથે કનેક્શનને અનુભવ કરે છે અને કામ કરતી વેળા ખુશ અને સંતુષ્ટ રહે છે તો આના કારણે કંપનીની સાથે સાથે દેશી પ્રોક્ટિવીટી પણ વધી જાય છે. ગ્લોબલ વર્કફોર્સ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. ક્યાં દેશના કર્મચારીઓ સૌથી વધારે ખુશ છે તે અંગે જાણવાના પ્રયાસ થયા બાદ જાણી શકાયુ છે કે બેલ્જિયમના કર્મચારીઓ સૌથી વધારે ખુશ છે. નોર્વે બીજા, કોસ્ટા રિકા ત્રીજા, ડેનમાર્ક ચોથા નંબરે છે. યાદીમાં કોણ ક્યાં રેન્ક પર છે તે નીચે મુજબ છે
.બેલ્જિયમ – એક
નોર્વે – બે
કોસ્ટા રિકા ત્રણ
ડેનમાર્ક-ચાર
સાઉથ આફ્રિકા -પાંચ
ઓસ્ટ્રિયા – છ
સ્વીત્ઝર્લેન્ડ. – સાત