આજથી ૪૪ વર્ષ પહેલા દેશમાં ઇમરજન્સી અથવા તો કટોકટી લાગુ કરવામાં આવી હતી. જેને ભારતીય રાજનીતિના ઇતિહાસમાં સૌથી કાળા પ્રકરણ તરીકે જાવામાં આવે છે. ૨૫મી જુન ૧૯૭૫ના દિવસે રાત્રીથી દેશમાં પ્રથમ વખત ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી. એ વખતે દેશને સ્વતંત્ર થયાને ત્રણ દશક પણ પૂર્ણ થયા ન હતા. એકાએક તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. ૨૧ મહિનાના આ લાંબા ગાળા દરમિયાન કેટલીક મોટી ઘટનાઓ પણ ઘટી ગઇ હતી. એ વખતે લોકો તેને અંગ્રેજી શાસનની ફરી વાપસી તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. ઇમરજન્સી ભારતના લોકશાહી ઇતિહાસમાં સૌથી મોટી કમનસીબ ઘટના તરીકે છે. આજની પેઢી ઇમરજન્સી મામલે સાંભળે ચોક્કસપણે છે પરંતુ એ ગાળામાં શુ ઘટના બની હતી તે અંગે તેમની પાસે કોઇ માહિતી નથી.
તેની દેશ પર અને દેશની રાજનીતિ પર શુ અસર થઇ હતી તે અંગે કોઇની પાસે માહિતી નથી. આ સંબંધમાં ખુબ ઓછા લોકોની પાસે માહિતી છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૧૯૭૫માં આગ વરસાવતી ગરમી વચ્ચે એકાએક ભારતીય રાજનીતિમાં બેચેની દેખાઇ આવી હતી. આ તમામ બાબત અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયથી શક્ય બની હતી. જેમાં ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગેરરિતી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યા બાદ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના પર કોઇ પણ પદ ન સંભાળવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. છ વર્ષ સુધી કોઇ પદ ન સંભાળવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ઇન્દિરા ગાંધીએ આ આદેશને સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવાનો આદેશ જારી કર્યો હતો. ૨૬મી જુનના દિવસે સવારમાં લોકોને ઇમરજન્સી લાગુ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. આકાશવાણી પર પ્રસારિત પોતાના સંદેશમાં ઇન્દિરા ગાંધીએ કહ્યુહતુ કે જ્યારે તેઓએ દેશના સામાન્ય લોકો અને મહિલાઓ માટે કેટલાક પગલા લીધા છે ત્યારથી જ તેમની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યા હતા. ઇમરજન્સી લાગુ કરવાની સાથે જ આંતરિક સુરક્ષા કાનુન હેઠળ રાજકીય વિરોધીઓની ધરપકડ કરવાનો સિલસિલો શરૂ થઇ ગયોહતો.
જેમાં જયપ્રકાશ નારાયણ, જ્યોર્જ ફર્નાન્ડિઝ અને અટલ બિહારી વાજપેયી સામેલ હતા. મામલો ૧૯૭૧માં યોજાયેલી ચૂંટણીનો હતો. જેમાં ઇન્દિરા ગાંધીએ પોતાના હરિફ રાજ નાયરાણને હાર આપી હતી. પરંતુ ચૂંટણી પરિણામ આવ્યાના ચાર વર્ષ બાદ રાજ નારાયણને કોર્ટમાં ચૂંટણી પરિણામને ફગાવી દઇને અપીલ કરી હતી. તેમની દલીલ હતી કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યોહતો. નક્કી કરવામાં આવેલી રકમ કરતા વધારે રકમનો ઉપયોગ કર્યો હતો. મતદારોને પ્રભાવિત કરવા માટે ખોટી રીતે રસ્તા અપનાવ્યા હતા. અલ્હાબાદ હાઇકોર્ટમાં ઇન્દિરા ગાંધીની સામે અપીલ દાખલ કરવામાં આવ્યા બાદ ચૂંટણી ચાલી હતી. આ મામલે ૧૨મી જુન ૧૯૭૫ના દિવસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમુર્તિ જગમોહનલાલ સિમ્હાએ વડાપ્રધાનને પોતાના ચૂંટણી અભિયાન માટે સરકારી મશીનરીના દુરુપયોગ મામલે દોષિત ઠેરવી દીધા હતા. કોર્ટે તેમની ચૂંટણી રદ કરી દીધી હતી. સાથે સાથે આગામી છ વર્ષ સુધી કોઇ ચૂંટણી ન લડવા ઇન્દિરા ગાંધી માટે આદેશ જારી કરવામાં આવ્યો હતો. તેમ છતાં ઇન્દિરા ગાંધીએ આ વાતની તરફ ધ્યાન આપ્યુ ન હતુ.
કોંગ્રેસ પાર્ટીએ પણ એ વખતે નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે ઇન્દિરાનુ નેતૃત્વ માટે જરૂરી છે. જા કે કેટલાક કોંગ્રેસી નેતાઓનો અભિપ્રાય હતો કે આ ચુકાદા બાદ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન પદ છોડી દેવાની જરૂર છે. પરંતુ ઇન્દિરા ગાંધીએ નાના પુત્ર સંજય અને બંગાળના મુખ્યપ્રધાન સિદ્ધાર્થ શંકર રોયની સલાહબ સ્વીકારી હતી. ૨૫મી જુન ૧૯૭૫ના દિવસે આ સલાહના કારણે દેશમાં આંતરિક ઇમરજન્સીની જાહેરાત કરવા માટેનો માર્ગ મોકળો કરી દીધો હતો.
એ વખતના રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદે કોઇ પણ વિરોધ વગર આ વટહુકમ પર હસ્તાક્ષર કરી દીધા હતા. ઇમરજન્સીની સ્થિતીનુ નુકસાન એ વખતે કોંગ્રેસને ઉઠાવવાની ફરજ પડી હતી જ્યારે દેશમાં પ્રથમ વખત બિન કોંગ્રેસી સરકાર ૧૯૭૭માં બની ગઇ હતી. એમ માનવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી પણ હચમચી ઉઠ્યા હતા.