માલદીવમાં ઇમરજન્સીઃ ભારતે જાહેર કર્યું એલર્ટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

માલદીવમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. આ કટોકટી જોતાં વિદેશ મંત્રાલયે સોમવારે દેશના નાગરિકોને માલદીવની બિનજરૂરી યાત્રા કરવા ન કરવા માટે સલાહ આપી વર્તમાન પરિસ્થિતિને જોતા પ્રવાસીઓને એલર્ટ કર્યા છે.

રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની સરકારે સુપ્રીમ કોર્ટ સાથેના ટકરાવ બાદ ૧૫ દિવસ માટે દેશમાં કટોકટી લાગૂ કરવામાં આવી છે. વિપક્ષનો સાથે આપી રહેલા તથા ૩૦ વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા અને રાષ્ટ્રપતિ યામીનના સાવકા ભાઇ મમૂન અબ્દુલ ગયૂમની પણ ધરપકડ કરવામાં આવી છે. અનેક રાજનેતાઓની ધરપકડ થઇ રહી છે.

વિદેશ મંત્રાલય તરફથી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે માલદીવમાં રાજનીતિમાં થઇ રહેલી ઉથલ પાથલ ભારત સરકાર માટે ચિંતાનો વિષ્ય છે. તેથી હવે વછીના આદેશ સુધી ભારતીય નાગરિકોને માલદીવની યાત્રા ટાળવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત માલદીવમાં ભારતીય પ્રવાસીઓને પણ સતર્ક કરવામાં આવી જણાવ્યું છે કે તેઓ પોતાની સુરક્ષા બાબતે સજાગ રહે અને શક્ય હોય તો ભીડવાળી જગ્યાઓની મુલાકાત ટાળે.

Share This Article