અમદાવાદ :સામાન્ય રીતે અકસ્માત કે અચાનક આવતી ઇમરજન્સીમાં દર્દી કે નાગરિકોને હોસ્પિટલના દ્વાર સુધી સારવાર માટે સૌથી મહત્વની અને સંકટમોચક તરીકેની ભૂમિકા એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની હોય છે પરંતુ જાણેઅજાણે એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની આ અદ્ભુત સેવાને નજરઅંદાજ કે ઉપેક્ષિત થઇ રહી હતી ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ નીઓનેટલ પીડિયાટ્રીક હોસ્પિટલ દ્વારા ઇમરજન્સીમાં સંકટમોચકની ભૂમિકા ભજવતાં અમદાવાદ શહેર સહિત રાજયના વિવિધ જિલ્લાઓના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનું સન્માન કરી તેઓને સાઇલન્ટ હીરો તરીકે બિરદાવવામાં આવ્યા હતા.
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી, કલોલ, લીંબડી સહિતના જિલ્લાઓના ૫૬ જેટલા એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનું ઓરેન્જ નીઓનેટલ પીડિયાટ્રીક હોસ્પિટલના ડો. સાગર પટેલ, ડો.તેજસ શાહ સહિતની ટીમ દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતુ અને તેમને ખાસ મેડલ પહેરાવવામાં આવ્યો હતો. એટલું જ નહી, ઓરેન્જ હોસ્પિટલ તરફથી આ તમામ એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પાંચ-પાંચ લાખ રૂપિયાની એકસીડેન્ટ પોલિસી ઉતારીને તેઓને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બહુમાન પ્રાપ્ત કરનાર એમ્બ્યુલન્સ ડ્રાઇવરો ગદ્ગદિત થયા હતા અને એક તબક્કે તેમની આટલી સારી કદર થઇ હોવાથી આંખના ખૂણા ભીના કરી ગયા હતા, તેમણે લાગણીસભર અવાજમાં ઓરેન્જ હોસ્પિટલનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇપણ દર્દી કે નાગરિકને ઇમરજન્સીના સમયે હોસ્પિટલમાં લઇ જવાય ત્યારે લોકો ડોકટર, તેમના સ્ટાફ અને હોસ્પિટલ કે જે તે સ્થાનિક સત્તાવાળાઓની કામગીરીની નોંધ લેતા હોય છે અને તેની હકારાત્મક ચર્ચા કરતા હોય છે પરંતુ કયારેય દર્દીઓને ઇમરજન્સીમાં હોસ્પિટલ સુધી પહોંચાડનાર ડ્રાઇવરોની કામગીરીને ધ્યાને લેવાઇ નથી પરંતુ આજે ઓરેન્જ નીઓનેટલ પીડિયાટ્રીક હોસ્પિટલ દ્વારા અમારી કામગીરીની કદર કરી જે બહુમાન કરાયું છે, તેનાથી અમને હર્ષ અને ગૌરવની લાગણી થાય છે, સાથે સાથે અમારૂં નૈતિક મનોબળ પણ વધ્યું છે.
કારણ કે, ઓરેન્જ હોસ્પિટલે અમારી અને અમારા પરિવારજનોની ચિંતા કરી રૂ.પાંચ-પાંચ લાખ રૂપિયાની એકસીડેન્ટ પોલિસી ઉતારીને અમને આપી છે, જે બહુ ઉમદા કાર્ય છે. આજે ઓરેન્જ હોસ્પિટલના ડો.સાગર પટેલ, ડો.તેજસ શાહ, ડો.સુનીલ પટેલ, ડો.મૌલિક પટેલ અને ડો.ભાવિક શાહની ટીમ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયના વિવિધ ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને મેડલ પહેરાવી તેઓનું સન્માન કરાયું હતું અને તેઓને રૂ.પાંચ લાખ રૂપિયાની એકસીડેન્ટ પોલિસી અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ડો.સાગર પટેલ, ડો.તેજસ શાહ અને ડો.સુનીલ પટેલે જણાવ્યું હતું કે, દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સૌથી મોટી સિÂધ્ધ એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની જ હોય છે. કારણ કે, તેઓ રાત-દિવસ કે સમય જાયા વિના અને ગમે તેવી પરિÂસ્થતિમાં પણ તાત્કાલિક દર્દીને જીવના જાખમે અને કપરી પરિÂસ્થતિમાં રાજયના ગમે તે ખૂણામાંથી કોઇપણ હોસ્પિટલ સુધી પહોંચાડવાની બહુ કપરી ફરજ બજાવતા હોય છે અને તેમની આ બહુમૂલ્ય કામગીરી કયાંય નજરઅંદાજ થઇ છે, તેથી ઓરેન્જ હોસ્પિટલે સામાજિક જવાબદારી અને પ્રેરણાના ભાગરૂપે અનોખી પહેલ કરી રાજયભરના આવા ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનું સન્માન કરી તેઓને સાઇલન્ટ હીરો ઘોષિત કરાયા છે. કારણ કે, તેઓ સાચા અર્થમાં હીરો છે. આ તમામ એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને રૂ.પાંચ લાખની એકસીડેન્ટ પોલિસી ઉતરાવી અપાઇ છે.