ભારતની પ્રથમ લિસ્ટેડ આરઈઆઈટી અને વિસ્તાર દ્વારા એશિયોમાં સૌથી વિશાળ ઓફિસ આરઈઆઈટી એમ્બેસી ઓફિસ પાર્કસ આરઈઆઈટી (NSE: EMBASSY / BSE: 542602) (‘એમ્બેસી આરઈઆઈટી’) દ્વારા 2021માં ગ્લાસગોવ સીઓપી 26 સમિટ ખાતે સ્થાપિત ભારતના 2070ના લક્ષ્યની પણ ત્રણ દાયકા આગળ તેના કામગીરીના પોર્ટફોલિયોમાં 2040 સુધી નેટ ઝીરો કાર્બન એમિશન્સ હાંસલ કરવાની તેની કટિબદ્ધતા આજે જાહેર કરી હતી.
એમ્બેસી આરઈઆઈટીએ તેની સૌથી વિશાળ મિલકતો માટે ગયા વર્ષે નેટ ઝીરો અધ્યયનો પૂર્વસક્રિય રીતે શરૂ કર્યાં હતાં. અધ્યયનનાં પરિણામોને આધારે નેટ ઝીરોનો માર્ગ સ્થાપિત કરાયો હતો, જેમાં તેના પોર્ટફોલિયોમાં 5 મુદ્દાની વ્યૂહરચના લાગુ કરવાનો સમાવેશ થતો હતો.
- આંતરિક અને તૃતીય પક્ષની પહેલો થકી નવીનીકરણક્ષમ ઊર્જાનો ઉપયોગ વધારવો.
- ઊર્જા કાર્યક્ષમતા સુધારવા માટે રોકાણ કરીને મોજૂદ એકમોની ઊર્જા ઉપભોગ ફૂટપ્રિંટ ઓછી કરવી.
- ઉત્સર્જન ઘટાડવા માટે સંયુક્ત કૃતિ યોજના વિકસાવવા મુખ્ય ઓક્યુપાયરો, સપ્લાયરો અને કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી.
- હસ્તાંતરણ પૂર્વે યોગ્ય સૂઝબૂઝમાં નેટ ઝીરો મૂલ્યાંકનનો સમાવેશ કરવો.
- ચુનંદા પ્રોજેક્ટ થકી શેષ ઉત્સર્જનો ઓફફસેટ કરવા.
ઓક્ટોબર 2021માં એમ્બેસી આરઈઆઈટી દ્વારા નાણાકીય વર્ષ 2025 સુધી તેની મિલકતોમાં 75 ટકા નવીનીકરણક્ષમ ઊર્જાનો ઉપયોગ હાંસલ કરવાની કટિબદ્ધતાની ઘોષણા કરવામાં આવી હતી. તેની બેન્ગલોરની મિલકતોને વીજનો પુરવઠો કરતો 100 મેગાવેટ સોલાર પ્લાન્ટ તેમ જ ભારતવ્યાપી તેના એસેટ- બેઝમાં લગભગ 20 મેગાવેટની ક્ષમતા સાથે સોલાર રૂફટોપ પેનલો ગોઠવવા માટે મોજૂદ પ્રોજેક્ટ આ લક્ષ્ય હાંસલ કરવા માટે મુખ્ય છે. એમ્બેસી આરઈઆઈટીએ લાઈટિંગ અને કૂલિંગ સિસ્ટમ્સ અપગ્રેડ કરીને અને પાણી કાર્યક્ષમ ઉપકરણો ગોઠવીને તેના પાર્કસમાં ઊર્જા અને પાણીનો ઉપભોગ ઓછો કરવા મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમો પર પણ ભાર મૂક્યો છે.
એમ્બેસી આરઈઆઈટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માઈકલ હોલેન્ડ કહે છે,
“અમારી 2040 નેટ ઝીરો કટિબદ્ધતા અમારા ઓક્યુપાયરો, રોકાણકારો અને અન્ય મુખ્ય હિસ્સાધારકોનાં લક્ષ્યો સાથે જોડવામાં આવી છે. એમ્બેસી આરઈઆઈટીની સક્ષમ અને ઊર્જા કાર્યક્ષમ ઈમારતો બનાવવાની અને જાળવવાની ક્ષમતા ઉચ્ચ ગુણવત્તાનાં સક્ષમ કાર્યસ્થળો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તેની બજારોમાં સ્પષ્ટ રીતે સ્પર્ધાત્મક લાભ છે. અમે આગેવાન સ્થાન લેવાનું અને ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સક્ષમતાની દિશામાં આગળ રહેવાનું ચાલુ રાખ્યું છે, જે અમારા વર્તમાન વેલ પોર્ટફોલિયો સ્કોર તેમ જ અમારાં 2021ના જીઆરઈએસબી પરિણામોમાં દેખાય છે.”
એમ્બેસી આરઈઆઈટી તેનાં સ્કોપ 1 અને 2 ઉત્સર્જનને સીધું ઓછું કરવા ભાર આપશે અને પસંદ કરેલાં સ્કોપ 3 ઉત્સર્જન ઓછું કરવા તેના સપ્લાયરો, કોન્ટ્રાક્ટરો અને ઓક્યુપાયરો સાથે વ્ચૂહરચનાઓ જોડીને નજીકથી કામ કરશે.1 સર્વ ભાવિ હસ્તાતરણ માટે એમ્બેસી આરઈઆઈટી હસ્તાંતરણ પૂર્ણ થયા પછી 5 વર્ષમાં તેની નેટ ઝીરો કટિબદ્ધતાની કાર્યકક્ષામાં એસેટ લાવવાનું લક્ષ્ય ધરાવે છે.