એલ્વિશ યાદવે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લઇને ઇતિહાસ રચ્યો, બદલી નાંખી બિગબોસની ગેમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઓટીટી પ્લેટફોર્મના હિટ રિયાલીટી શો ‘બિગ બોસ ઓટીટી ૨’ના વિનરનું ટાઇટલ એલ્વિશ યાદવને મળ્યું છે. એલ્વિશે ગ્રાન્ડ ફિનાલેમાં અભિષેક મલ્હાનને હરાવીને આ જીત પોતાના નામે કરી લીધી છે. ખાસ વાત એ રહી કે એલ્વિશ પહેલો એવો કન્ટેસ્ટન્ટ છે, જેને વાઇલ્ડ કાર્ડમાં એન્ટ્રી મળી હતી અને હવે તેણે આ શો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સલમાન ખાને જેવો જનતાનો ર્નિણય સંભળાવતા એલ્વિશના નામની ઘોષણા કરી અને એલ્વિશના ફેન્સ ઝૂમી ઉઠ્‌યા. ‘બિગબોસ ઓટીટી ૨’ના વિનરને લઇને પાછલા ઘણા દિવસોથી સતત ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતાં. ૧૫ ઓગસ્ટે આખરે તે ક્ષણ આવી જ્યારે આ રિયાલિટી શોના વિનરની ઘોષણા થઇ. શોમાં ‘રાવ સાહેબ’ના નામે ફેમસ એલ્વિશ યાદવે વિનર ટ્રોફી પોતાના નામે કરી લીધી. તેને ટ્રોફી સાથે ૨૫ લાખ કેશ પ્રાઇઝ આપવામાં આવી છે. તેવામાં ફર્સ્ટ રનર-અપ અભિષેક મલ્હાન અને મનીષા રાની થર્ડ પોઝીશન પર રહી.

કોણ છે એલ્વિશ યાદવ.. જે જણાવીએ, બિગ બોસ રિયાલીટી શોના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે, જ્યારે કોઇ કન્ટેસ્ટન્ટે વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી લીધી અને શોના વિનરનું ટાઇટલ મેળવ્યું. એલ્વિશે આવું કરીને નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. એલ્વિશ ફેમસ યુટ્યુબર છે. ૨૪ વર્ષની ઉંમરમાં તે લોકો વચ્ચે ખૂબ જ હિટ છે. ગુરુગ્રામમાં જન્મેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલ્વિશે પોતાનું કરિયર ૨૦૧૬માં શરૂ કર્યુ હતું, તેની ૩ યુટ્યુબ ચેનલ છે. એલ્વિશનો હરિયાણવી અંદાજ જ તેની યુએસપી છે અને તે યુવાનો વચ્ચે ખૂબ જ ફેમસ છે. એલ્વિશના ઇન્સ્ટાગ્રામ પર ૧૩ મિલિયન ફોલોઅર્સ છે. જણાવી દઇએ કે પોતાના ટેલેન્ટના દમ પર યુવાનો વચ્ચે ખાસ જગ્યા બનાવનાર એલ્વિશ લક્ઝરી લાઇફ જીવે છે. તેની પાસે ઘણી મોંઘી ગાડીઓનું કલેક્શન છે. જેમાં પોર્શે ૭૧૮ બોક્સટર પણ સામેલ છે.

Share This Article