Firing at Elvish Yadav House: બિગ બોસ વિનર, ફેમસ યૂટ્યૂબર અને એક્ટર એલ્વિશ યાદવના ઘર પર ગુરુગ્રામના સેક્ટર ૫૭માં આશરે સાડા પાંચ થી ૬ વાગ્યા વચ્ચે ફાયરિંગ થયું હતુ. ઘરની પાસે બાઇક સવાર ૩ અજાણ્યા શખ્સો આવ્યા અને બે ડર્ઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. અચાનક સર્જાયેલી આ ઘટનાએ આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. જો કે એલ્વિશ તે વખતે ઘરમાં હાજર નહોતો.
એલ્વિશ યાદવ પોતાની યૂટ્યૂબ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી માટે ઘણો ફેમસ છે. ફાયરિંગ બાદ તુરંત ગુરુગ્રામ પોલીસના મોટા અધિકારી પહોંચ્યા અને તપાસ શરૂ કરી. ઘટના સમયે ઘરમાં રહેવાવાળાની સુરક્ષાને લઈને પણ પોલીસે પૂછપરછ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે, તેના ઘર પર ૨૦ થી ૨૫ રાઉન્ડ ફાયરિંગ થયું છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વિસ્તારની ઘેરા બંધી કરી અને શંકાસ્પદ આરોપીની તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપાસવાનું શરૂ કર્યું છે. જો કે હજુ સુધી હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી.
એલ્વિશ યાદવના પિતાએ એક ખાનગી જેલને જણવાયું કે, ઘરમાં એલ્વિશ હાજર નહોતો, પરંતુ આખો પરિવાર ઘરમાં જ હતો. જ્યારે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું ત્યારે બધા સૂઈ રહ્યાં હતા. ત્યાર બાદ પોલીસ આવી અને તપાસ શરૂ કરી. પરંતુ આ ફાયરિંગની ઘટના પહેલા ઘરના લોકો કે એલ્વિશને કોઈ ધમકી મળી નથી. સીસીટીવી ફુટેજમાં ઘરના ગેટની બહાર બે બદમાશ જોવા મળી રહ્યાં છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ બોલીવુડ સિંગર ફાજિલપુરિયા પર ફાયરિંગ થઈ ચૂક્યું છે. બે મોટા સોશિયલ મીડિયા સ્ટાર્સ પર થયેલી ફાયરિંગની ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી દીધા છે. સતત વધી રહેલી આવી ઘટનાઓએ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.