એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ ૨૭ વર્ષિય અભિનેત્રી નતાશા બાસેટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચુક્યાં છે. તેને પાછલી ત્રણ પત્નીઓથી છ બાળકો છે. ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક અને દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે મસ્ક કોઈ બિઝનેસને કારણે નહીં પરંતુ રિલેશનશિપને કારણે ચર્ચામાં છે.

વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ મસ્કની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં તે પોતાની ૨૩ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહ્યો છે. તમે પણ જાણો કોણ છે  એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડનું નામ નતાશા બાસેટ છે. મસ્કની આ નવી ગર્લફ્રેન્ડ અભિનેત્રી છે અને ઉંમરમાં તેનાથી ૨૩ વર્ષ નાની છે.

જીવનની ૫૦ વસંત જાેઈ ચુકેલા મસ્કની નવી ગર્લફ્રેન્ડ નતાશા ૨૭ વર્ષની છે.  મસ્ક અને નતાશા એક હોટલમાં ભોજન કરતા જાેવા મળ્યા હતા. આ કપલને ધનીકોનું સ્વર્ગ કહેવાતા સેન્ટ ટ્રોપેઝમાં ડેટ કરતા જાેવા મળ્યા હતા. આ હોટલમાં એક રાતનો ખર્ચ લાખો ડોલર હોય છે, જે સામાન્ય વ્યક્તિના વિચારથી બહાર છે, પરંતુ મસ્ક માટે આ સામાન્ય વાત છે. 

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચુક્યાં છે. તેને પાછલી ત્રણ પત્નીઓથી છ બાળકો છે. પરંતુ ફરી મસ્ક તેનાથી નાની યુવતી સાથે રિલેશનશિપમાં છે.  એલન મસ્ક પોતાની ગર્લફ્રેન્ડ નતાશા માટે કરિયરમાં પણ ખુદ મદદગાર છે. તે નતાશાના એક્ટિંગ કરિયરને મજબૂત બનાવવામાં સહયોગ કરે છે.

નતાશા જલદી બાયોપિક એલ્વિસમાં અમેરિકી ગાયકની પ્રથમ ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જાેવા મળશે.

Share This Article