એલન મસ્કે ટિ્‌વટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે ડોગેની તસવીર…!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટિ્‌વટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક ર્નિણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટિ્‌વટરના ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર જોયો. આ વખતે એલોન મસ્કે ટિ્‌વટરના આઇકોનિક બ્લુ-બર્ડ લોગોને હટાવીને યુઝર્સને મોટા સરપ્રાઇઝમાં મૂકી દીધા છે. ટિ્‌વટરના પેજ પર ગયા બાદ લોકો ટિ્‌વટરના લોગોની જગ્યાએ ડોગેની તસવીર જોઈ રહ્યા હતા. જો કે, આ ફેરફાર હાલમાં ટિ્‌વટરના વેબ પેજ પર છે અને વપરાશકર્તાઓ હાલમાં ટિ્‌વટર મોબાઇલ એપ પર માત્ર બ્લુ બર્ડ જ જોઈ રહ્યા છે. ટિ્‌વટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે યુઝર્સ ડોગેની તસવીર જોઈ રહ્યા છે અને આ ફેરફાર થોડા કલાકો પહેલા જ થયો છે. આ ફેરફાર બાદ ઈલોન મસ્કે પણ એક ફની પોસ્ટ શેર કરી અને તેના એકાઉન્ટ પર ર્ડ્ઢખ્તી મીમ શેર કરતી ફની ટ્‌વીટ પણ કર્યું છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરી રહેલા એક પોલીસ અધિકારીએ ટિ્‌વટર પર બ્લુ બર્ડની તસવીર પકડી રાખી છે અને કારમાં બેઠેલા ર્ડ્ઢખ્તી કહી રહ્યા છે કે ‘આ જૂની તસવીર છે’.

Share This Article