તાજેતરમાં એલોન મસ્કે ટ્વીટર ખરીદ્યું ત્યારથી અલગ અલગ ન્યૂઝ આવી રહ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે એલોન મસ્કે ટ્વીટર ડીલને હોલ્ડ પર રાખી દીધું છે. જાેકે, ડીલ હંમેશાં માટે રોકવામાં આવી નથી, પરંતુ તેમણે ટેમ્પરેરી રીતે હોલ્ડ પર રાખ્યું છે. મસ્કે ટિ્વટર ડીલને હોલ્ડ કરવાનું કારણ સ્પૈમ બતાવ્યું છે.
મસ્કે ગત મહિનાની શરૂઆતમાં ૪૪ અરબ ડોલરમાં ટિ્વટરને ખરીદવાની ડીલ કરી હતી. મસ્કે ગત અઠવાડિયે જ આ ડીલ માટે ઇં૭ બિલિયન સિક્યોર કર્યા છે, જેમાંથી તે ઇં૪૪ બિલિયનની ડીલ પૂરી કરી શકે. એલન ડીલના સમયથી જ પ્લેટફોર્મ પર હાજર ફેક અને બોટ એકાઉન્ટને દૂર કરવાની વાત કરી રહ્યા છે.
તેમણે ડીલ સમયે કહ્યું હતું કે જાે આ ડીલ થશે તો તેમની પ્રાથમિકતા પ્લેટફોર્મ પરથી બોટ એકાઉન્ટને હટાવવાની રહેશે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ટ્વીટર ડીલને ટેમ્પરેરી રીતે હોલ્ડ પર રાખવામાં આવી છે. જાેકે, ટિ્વટરે એક ફાઈલિંગમાં જાણકારી આપી હતી કે તેમના પ્લેટફોર્મ પર માત્ર ૫ ટકા જ સ્પેમ/ ફેક એકાઉન્ટ છે.
આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૨૨.૯ કરોડ યૂઝર્સ છે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ પોતાની ફાઈલિંગમાં જણાવ્યું હતું કે ડીલ બંધ થાય ત્યાં સુધી તેમણે ઘણા જાેખમો છે. ખાસ કરીને જાહેરાત સાથે સંબંધિત. શું જાહેરાતકર્તાઓ ટિ્વટર પર ખર્ચ કરવાનું ચાલુ રાખશે અને ‘ભવિષ્યની યોજનાઓ અને વ્યૂહરચના વિશે પણ અનિશ્ચિતતા છે’ ડીલને હોલ્ડ પર મૂકવાની જાણકારી સામે આવતા જ ટિ્વટરના શેરમાં મોટો ઘટાડોનું અનુમાન છે.
પ્રી માર્કેટ ટ્રેડિંગમાં જ કંપનીના શેર લગભગ ૨૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો. થોડાક દિવસો પહેલા જ એક ફર્મે ટિ્વટર અને મસ્કરની ડીલને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવી હતી. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા ઈંકના માલિક એલન મસ્કે આ ડીલ પહેલા જ પોતાના ફોલોઅર્સને એક વાયદો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની પ્રાથમિકતામાંથી એક ટિ્વટર મંચ પરથી સ્પેમ બોટ્સને હટાવવાનો રહેશે.