નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી હાર્યા, પણ લાહોર બેઠક જીતી લીધી
પાકિસ્તાન : મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને ૭૪,૭૧૩ વોટ મળ્યા જ્યારે નવાઝને ૬૩,૦૫૪ વોટથી સંતોષ માનવો પડ્યો. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. જાેકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે ૯મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે. મનસેહરાને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનો ગઢ માનવામાં આવે છે. આમ છતાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.પરંતુ આ ચૂંટણીમાં તેમણે અન્ય બેઠક લાહોર દ્ગછ૧૩૦ પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ લાહોર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. નવાઝ ૫૫ હજાર મતોથી જીત્યા છે.
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીમાં ૩૩૬ સીટોમાંથી ૨૬૬ પર ચૂંટણી થઈ
