નવી દિલ્હી : મોદી સરકાર ખેડુતોની નારાજગીને દુર કરવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી હોવા છતાં ખેડુતોની નારાજગી દુર થઇ રહી નથી. આની અસર હવે ચૂંટણી પર પડી શકે છે. બજારમાં ખેડુતોને ઓછી રકમ મળી રહી છે. આવી સ્થિતીમાં તેમની નારાજગી અકબંધ રહી છે. આ મુદ્દો લોકસભા ચૂંટણીમાં પણ તેની અસર દર્શાવી શકે છે. પાકના લઘુતમ સમર્થન મુલ્ય વ્યવસ્થથી ખેડુતોને કોઇ ખાસ લાભ મળી રહ્યા નથી. જેના કારણે સરકારની મુશ્કેલી વધી રહી છે. આદામી લોકસભા ચૂંટણીમાં તેની અસર જોવા મળી શકે છે. તાજેતરના દિવસોમાં ખેડતોને તેમની પેદાશોને ઓછી કિંમતે વેચી દેવાની ફરજ પડી હતી.
બજારમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ કરતા ઓછા ભાવે તેમની પેદાશોને ખેડતોને હાલમાં વેચી મારવાની ફરજ પડી હતી. આને લઇને ખેડુતોની નારાજગી જાવા મળી શકે છે. રાજકીય અસર તેની થઇ શકે છે. હાલમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ખેડુતોની નારાજગી સ્પષ્ટપણે સપાટી પર આવી હતી. મોદી સરકારે જુલાઇ મહિનામાં ખેડુતોને તેમના ખર્ચ કરતા દોઢ ગણી રકમ આપવાની જાહેરાત કરી હતી. આંકડાના કહેવા મુજબ સરકારને ઉત્પાદિત ઘંઉના એક તૃતિયાંશ હિંસ્સો, જ્યારે ડાંગરની ૪૦ ટકા હિસ્સાની ખરીદી કરી હતી.
બાકીના જથ્થાને ખેડુતોને તેમના સમર્થન મુલ્ય કરતા ઓછા ભાવે વેચી દેવાની ફરજ પડી હતી. સરસિયા, તળ, સહિત કઠોળ તેમજ અન્ય ચીજાની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવી રહી છે. બાજરાની કિંમત નિર્ધાિરત મુલ્ય કરતા ૨૪ ટકા ઓછા રહ્યા હતા. જ્યારે મકાઇની કિંમત નિર્ધાિરત કિંમત કરતા સાતથી ૧૦ ટકા ઓછી રહી હતી.