ભારતીય લોકશાહીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે ભેંટ આપવા માટેની બાબત અને પરંપરા દેશમાં હવે જડ જમાવી ચુકી છે જેથી આ પરંપરાને દુર કરવાની બાબત કોઇ કિંમતે સરળ નથી. દરેક રાજકીય પક્ષ આ બાબત સાથે સહમત પણ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ મતદારોને જુદી જુદી રીતે આકર્ષિત કરવામાં આવ્યા હતા. તેમને કેટલીક ભેંટ મળી હતી. રાજસ્થાનમાં એક કરોડ ૬૦ લાખ પરિવારોને મોબાઇલ, સીમ અને ડેટા આપવાની વાત કરવામાં આવી હતી જ્યારે છત્તિસગઢમાં ૫૦ લાખથી વધારે મોબાઇલ, સીમ અને ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય લોકશાહીમાં આવી પરંપરા તમિળનાડુથી શરૂ કરવામાં આવી હતી.
ત્યાં પહેલા મોબાઇલ, ટીવી, ડિનેર સેટ, હૈદરાબાદી મોતીના સેટ આપવાની વાત કરવામાં આવી હતી. તેની ટિકા ચોક્કસપણે કરવામાં આવી હતી. જા કે તેને રાજકીય પડકારો ક્યારેય મળ્યા નથી જેથી સ્થિતી સુધરી નથી. મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો અવિરતપણે કરવામાં આવે છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતી ગયા બાદ કેટલાક વચનો ભુલી જાય છે. કેટલાક વચનો પાળે છે. ચૂંટણી પહેલા પણ કેટલીક રણનિતી મતદારો પણ અપનાવે છે. કેટલીક જગ્યાએ લોકો પોતાની જ માંગ રજૂ કરી દે છે. દુનિયાના સૌથી શક્તિશાળી લોકશાહી દેશ માટે આ પ્રકારની બાબત યોગ્ય નથી. કેટલાક લોકશાહી દેશોમાં રાજકીય પાર્ટી આવુ કરે તો લોકો જ પ્રશ્ન ઉઠાવે છે. લોકો સવાલ કરે છે કે જનતાના પૈસાને વાપરી નાંખવા માટેના અધિકાર તમને કોણે આપ્યા છે. જનતાના નાણાંથી પૈસા મળે, શિક્ષણ મળે, ગરીબી દુર થાય તેવી માંગણી હમેંશા કરવામાં આવે છે.
ધ્યાન રાખવા જેવી બાબત છે કે દુનિયાના દેશો લોકશાહી ્ગે ભારતથી જ બોધપાઠ મેળવી રહ્યા છે. આવી સ્થિતીમાં આ પ્રકારના વર્તન વિશ્વના દેશો સમક્ષ કોઇ સારા સંદેશ લઇને પહોંચશે નહી. રાજનીતમાં મફત ભેંટ યોગ્ય નથી. લોકસભા ચૂંટણી હવે નજીક આવી પહોંચી છે ત્યારે ફરી આવી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારની પ્રથાને રોકવા માટે વિવિધ પહેલ કરવામાં આવે છે પરંતુ આ પ્રકારની ગતિવિધીને રોકવામાં સફળતા મળતી નથી. તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે મતદારોને ખુબ કરવા માટે પ્રયાસ કરે છે. જેના ભાગરૂપે તમામ તૈયારી પણ રાખવામાં આવે છે. મતદારોને પ્રભાવિત કરવા માટે હવે જુદી જુદી નીતિ અપનાવવામાં આવે છે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત હવે કોઇ પણ સમય કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં ચૂંટણી પંચ લાખ આંખ કરીને આ પ્રથાને રોકવા માટે આગળ વધી શકે ચે. ચૂંટણી પહેલા જુદા જુદા પ્રકારની ભેંટ સોગાદો આપવી અને ત્યારબાદ ભેંટના વચનો લોકશાહી માટે યોગ્ય નથી. આ પ્રકારની ગતિવિધીમાં કોઇ એકબે પાર્ટી સામેલ રહેતી નથી બલ્કે તમામ પાર્ટી આ ગતિવિધીમાં સામેલ રહે છે.