નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં મોટા ભાગે અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પરાજિત થતા રહ્યા છે. સામાન્ય ચૂંટણીની વાત કરવામાં આવે તો અપક્ષોની હાલત ખુબ ખરાબ રહી છે. વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં અપક્ષોની સંખ્યા ૩૨૩૪ હતી. જે પૈકી માત્ર ત્રણ ઉમેદવારો જ વિજેતા થયા હતા. જ્યારે ૩૨૧૮ ઉમેદવારોની જમાનત ડુલ થઇ હતી. અપક્ષો મોટા ભાગે મતદારોમાં વિશ્વાસ જગાવી શક્યા નથી. જાણકાર લોકોનુ કહેવુ છે કે મજબુત દળની ડાઇ અને નબળા સંશાધનોના પરિણામસ્વરૂપે સામાન્ય રીતે મતદારોમાં વિશ્વાસ જગાવી શક્યા નથી. હજુ સુધી કુલ ૪૫૦૦૦ અપક્ષ ઉમેદવારો ચૂટણી મેદાનમાં ઉતરી ચુક્યા છે. જે પૈકી માત્ર ૨૨૨ ઉમેદવારોની જ જીત થઇ છે. આંકડા પર નજર કરવામાં આવે તો ૨૦૦૯માં ૩૮૩૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જે પૈકી નવ ઉમેદવારો જીત્યા હતા. લોકસભા ચૂંટણીમાં મોટા ભાગે અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પરાજિત થતા રહ્યા છે. સામાન્ય ચૂંટણીની વાત કરવામાં આવે તો અપક્ષોની હાલત ખુબ ખરાબ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.
તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.