૧૭મીલોકસભાનુ પ્રથમ સત્ર શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આ વખતે લોકસભાની ચૂંટણી બાદ લોકસભામાં સત્તા પક્ષ પહેલા કરતા વધારે મજબુત થયો છે જ્યારે વિપક્ષ પહેલા કરતા કમજાર છે. વિરોધ પક્ષો શક્તિહિન હોવાના કારમે સંસદમાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે તે સારી સ્થિતી નથી. સારા સંકેત પણ નથી. સત્તારૂઢ પાર્ટીની પણ આ ફરજ બને છે કે તે વિપક્ષનુ પૂર્ણ સન્માન કરે. તેને પોતાની જવાબદારી અદા કરવા માટે પ્રોત્સાહન પણ આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતની માહિતી પણ છે. જેથી તેઓ સત્રની શરૂઆત પહેલા જ કહી ચુક્યા છે કે વિપક્ષ લોકશાહી માટે ખુબ જરૂરી છે. તેમની દરેક બાબત અમારા માટે અમુલ્ય છે. તેમની તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. મોદીએ નંબર ગેમમાં ન પડવા માટે કહ્યુ હતુ.
મોદીએ તો નંબર ગેમમાં પડ્યા વગર પોતાનુ યોગદાન આપવા માટે તમામ વિપક્ષી સભ્યોને અપીલ કરી હતી. છેલ્લી લોકસભામાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી વિરોધી પાર્ટી તરીકે હતી. છતાં તેમની પાસે નિયમ મુજબની વિપક્ષની સ્થિતી ન હતી. વિપક્ષી પદ માટે તેમની પાસે જરૂરી સંખ્યા ન હતી. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષની ભૂમિકા અદા કરી હતી. જો કે તેમને સત્તાવાર રીતે આ પોસ્ટ આપવામાં ન આવતા આની ચર્ચા રહી હતી. આ વખતે કોંગ્રેસની સીટ ૪૪થી વધીને ૫૨ થઇ ગઇ છે. છતાં પણ આ વખતે પણ વિપક્ષી નેતા તરીકેની સંખ્યા રહી નથી. એટલે કે સ્થિતી પહેલા જેવી રહેલી છે. છતાં પણ આ સંખ્યા વિપક્ષી નેતા પદ કરતા ત્રણ સીટો ઓછી છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે તેમની પાસે નેતા વિપક્ષ માટે પુરતી સંખ્યામાં સીટો નથી. જેથી તેઓ આના માટે માંગ કરશે નહીં.
છતાં કોંગ્રેસ પાર્ટીને આ પોસ્ટ આપવામાં આવે તો દેશના હિતમાં બાબતો રહેલી છે. આના કારણે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સંબંધ મજબુત થશે. આના કારણે સંસદના કામ કરવાની રીત સુધરશે અને સ્તર પણ ઉપર જશે. દેશ માટે પણ તે સારા સંકેત રહેશે. આ સમય દળીય હિતોને પાછળ રાખીને રાષ્ટ્રીય મુદ્દાને એજન્ડા પર લાવવા માટેનો છે. નવી સરકારથી દેશને અપેક્ષા વધારે વધી ગઇ છે. અર્થવ્યવસ્થાથી લઇને કેટલાક અન્ય મોરચા પર પણ પડકારો રહેલા છે. આ સત્રમાં અનેક બિલ પેન્ડિગ રહેલા છે. જેમાં જમ્મુ કાશ્મીર અનામત બિલ પણ સામેલ છે. વિરોધ પક્ષ પણ રચનાત્મક ભૂમિકામાં આવીને કામ કરે તે જરૂરી છે. આશા એવી છે કે આ વખતે સંસદની કામગીરી કોઇ પણ અડચણ વગર ચાલનાર છે. જો આવુ થશે તો લોકો પણ સંસદીય પ્રક્રિયાનો હિસ્સો બનવાનો અનુભવ કરશે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને ૩૦૩ સીટો જીતી લીધી હતી. મોદી સુનામી વચ્ચે આ પ્રચંડ જીત થઇ હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીનો સફાયો થયો હતો. કોંગ્રેસને માત્ર બાવન સીટ મળી હતી. હવે નંબર ગેમથી આગળ વધવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસની ભૂમિકા પર તમામ દેશવાસીઓની નજર રહેશે. સંસદના વર્તમાન સત્રમાં બજેટ પણ રજૂ કરવામાં આવનાર છે. જેના પર દેશની નજર છે.