નવી દિલ્હી : ૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા જારી રહી છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ગુરૂવારના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી છે. બીજા તબક્કાના મતદાનને લઇને ભારે ઉત્સાહ છે. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે
- ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ગુરૂવારના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે
- બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી છે.
- તમિળનાડુમાં સૌથી વધારે ૩૮ સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મમિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન થશે.
- કેન્દ્રિય પ્રધાન જુઆલ ઓરમ, સદાનંદ ગૌડા, રાધાકૃષ્ણન, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલી, રાજ બબ્બર, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા, ભાજપના હેમા માલિની, ડીએમકેના દયાનિધી મારન, કાનીમોઝી અને એ રાજાના ભાવિનો ફેંસલો કરાશે
- લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે
- બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો
- લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી યોજનાર છે. જે પૈકી બીજા તબક્કામાં આવતીકાલે મતદાનને લઇને ભારે ઉત્સાહ છે
- ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા
- તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.
- તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવનાર છે
- આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
- ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.
- ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.
- ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી
- છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.