નવી દિલ્હી: રાજકીય પક્ષો ચૂંટણી આવતાની સાથે જ મોટા મોટા વચનો તેમના ઘોષણાપત્રમાં આપવા લાગી જાય છે. જો કે ચૂંટણીમાં જીત મેળવી લીધા બાદ આ પ્રકારના વચન ક્યારેય પાળવામાં આવતા નથી. નોકરીને લઇને દેશમાં નિરાશાજનક ચિત્ર છે ત્યારે કેટલીક કડવી વાસ્તવિકતા સપાટી પર આવી ગઇ છે. ચૂંટણી જીતીને સત્તારૂઢ થનાર કોઇ પણ રાજકીય પાર્ટી નોકરીને લઇને વચનો પાળતી નથી. હારનો સામનો કરનાર રાજકીય પક્ષ પણ સત્તા નહીં હોવાની વાત કરીને અવગણના કરે છે.
રોજગારને લઇને વર્ષોથી મોટા મોટા વચન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ ક્યારેય કોઇ સંતોષજનક કામ આ દિશામાં થયુ નથી. કોંગ્રેસની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર ગેરંટી યોજનાને વિસ્તૃત કરીને દરેક બીપીએલ વ્યક્તિને ૧૦૦ રૂપિયાના હિસાબથી ૧૦૦ દિવસ માટે રોજગાર આપવાની વાત કરી હતી. ૩૦ હજાર રૂપિયાના રોકાણથી કોશલ વિકાસ માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન શરૂ કરવાનુ વચન આપ્યુ હતુ. આ ઉપરાંત પણ કેટલાક વચન આપવામાં આવ્યા હતા. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ વર્ષ ૨૦૧૪માં મોટા વચન રોજગારીને લઇને આપ્યા તા. ભાજપે ભારે પ્રભાવશાળી ક્ષેત્રો જેમ કે શ્રમ આધારિત નિર્માણ અને પ્રવાસના વ્યુહાત્મક વિકાસની વાત કરી હતી.
યુવાનોને રોજગારી માટે કેટલાક નવા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક તરીકે રમીને મનરેગા રોજગાર ગેરંટી યોજના શરૂ કરી હતી. વર્ષ ૨૦૦૬માં યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૯માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીયરોજગાર ગેરંટી હેઠળ મનરેગા નામ આપવામા આવ્યુ તુ. દાવો એવો કરવામાં આવ્યો હતો કે દર વર્ષે મનરેગા હેઠળ સરેરાશ પાંચ કરોડો લોકોને રોગારી આપવામા આવી હતી.
વર્ષ ૨૦૧૩-૧૪માં બજેટ ૩૩ હજાર કરોડ રૂપિયાનુ રાખવામાં આવ્યુ હતુ. જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૮૫૫૨.૬૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તો. મોદી સરકારે પણ મુદ્રા યોજના શરૂ કરી હતી. વર્ષ ૨૦૧૫માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭-૧૮માં યોજના હેઠળ આપવામાં આવેલી લોનની સરેરાશ ૫૨૭૦૦ રૂપિયા રહેતા તેની પણ ચર્ચા રહી હતી.