તે રહસ્ય અને વિચિત્રતાની આભાથી લપેટાયેલું છે. ચોપડેલી રાખ, કોઈને મચક ન આપે તેવી પરિસ્થિતિ અને શિવ તથા આધ્યાત્મના પાઠો, તેઓ ધાર્મિક્તાના ઉચ્ચસ્તરોને શોધવા માટે સમાજથી હંમેશા દૂર રહે છે. તેઓ અઘોરીઓ છે! આ સંપ્રદાયના સાધુઓનો ઉલ્લેખ માત્ર આપણા મનમાં ડર, તોડફોડ અને લકલીફોની એક છબી જ ઉભી કરે છે. પરંતુ, શું ક્યારેય એવું વિચાર્યું છે કે, કોઈ છોકરી એક સામાન્ય માણસના વેશમાં એક અઘોરીની સાથે પ્રેમમાં પડે ત્યારે શું થાય. એક પ્રેમ, રહસ્ય અને કપડની વાર્તા, ઝી ટીવીની આગામી ઉચ્ચસ્તરીય કઠોક કાલ્પનિક ઓફરીંગ એક શક્તિ… એક અઘોરી એ દરેક આપસારની ઘરેડમાં આવતી પ્રેમ અને ખુશાલ અંત વાળી વાર્તાઓથી તદ્દન અલગ છે અને પહેલા ક્યારેય નહીં જોવા મળેલી પ્રેમ કથાને રજૂ કરે છે.
એક શક્તિ… એક અઘોરીની વાર્તા કામાક્ષી અને ઇશાનના જીવનની આસપાસ ફરે છે જેઓ એકબીજાના પ્રેમમાં પડે છે અને તેમનું જીવન સાથે વિતાવવા માટે શપથ લે છે. પરંતુ તે ઇશાન સંબંધિત તથા તેના અઘોરી વંશની દુનિયાથી સંપૂર્ણપણે અજાણ છે. તે પાછો ગુરુ રદ્રનાથની તરફ આગળ વધે છે, જેમને તેને અઘોરીજીવન જીવવાનું વચન આપ્યું હતું અને તેને ઇશાનને તેની પાંખો હેઠળ લઈ ગયા હતા. તેમને ઇશાનને કહ્યું હતું કે, જો તેઓ આધ્યાત્મિક જ્ઞાન અને અમરત્વ ઇચ્છે છે તો, તેને તેની પત્નિ કામાક્ષીને તેની જિંદગી બલિદાનમાં આપવા માટે સમજાવી જોઈએ અને તેના બદલામાં તે અત્યંત શક્તિશાળી અને સશક્ત બને છે. અહીં કામાક્ષીનું પાત્ર સિમરન કૌર ભજવે, જ્યારે પરાગ ત્યાગી અઘોરી રુદ્રનાથનું પાત્ર ભજવતા તથા તેમાં કામાક્ષીની કાકી સુમન તપીકે અભિનેત્રી ઇવા ગ્રોવર જોડાશે.
આ શોનો હિસ્સો બનવા અંગે સિમરન કૌર કહે છે, “એક શક્તિ… એક અઘોરીની વાર્તાએ પહેલા ક્યારેય સાંભળવામાં નહીં આવેલી અને શોની વાર્તા ષડયંત્ર અને વિષમતાથી ભરેલી છે, જે પાત્રો દોરી જાય છે. કામાક્ષી એ મજબુત તથા સામાન્ય વ્યક્તિ છે, જે એક અઘોરીના પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન કરે છે અને તેના જીવનમાં એક અજીબ વણાંક આવે છે. ત્યારપછીની જ વાર્તા મુખ્યરૂપમાં વાર્તાની શરૂઆત છે. હું આ શોનો હિસ્સો બનતા અત્યંત ઉત્સાહિત છું અને આશાવાદી પણ છું.” અભિનેતા પરાગ ત્યાગી કહે છે, “ઝી ટીવીની સાથે મારું જોડાણ અત્યંત લાંબા સમયથી છે અને હું બ્રહ્મરાક્ષસમાં કામ કરીને અત્યંત ખુશ થયો છું. એક શક્તિ… એક અઘોરીની વાર્તા અત્યંત સમકાલીન છે, જે તમને અઘોરીના જીવનમાં ઊંડા ઉતારે છે. હું આ નવા વેન્ચર માટે અત્યંત ખુશ અને ઉત્સાહિત છું.”
શું કામાક્ષી ક્યારેય ઇશાનનું સત્ય જાણી શકશે? શું તેનો પ્રેમ દુષ્ટતા પર જીત મેળવવા શક્તિ આપશે?