એક લડકીકો દેખા તો એસા લગાનું ટીઝર થયુ રિલીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અનિલ કપૂરની હિટ ફિલ્મ 1942 લવસ્ટોરીનું ફેમસ ગીત એક લડકી કો દેખા તો એસા લગા, તે સમયે ખૂબ જ પોપ્યુલર થયુ હતુ. હાલમાં પણ રોમાન્ટિક મેલોડીમાં આ ગીતનું સ્થાન યથાવત છે. ત્યારે અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર આ ગીતના નામની ફિલ્મ કરી રહી છે. જેમાં અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ અને જુહી ચાવલા છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે

અનિલ કપૂર પ્રથમ વાર દીકરી સોનમ સાથે કામ કરશે. સોનમ કપૂરની છેલ્લી ફિલ્મ વિરે દી વેડિંગ હતી. જેણે બોક્સઓફિસના રેકોર્ડ તોડી નાંખ્યા હતો. સોનમ કપૂરના લગ્ન 8 મેના રોજ દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે થયા હતા.  બાદમાં વિરે દી વેડિંગ રિલીઝ થયુ હતુ અને તે સુપરહિટ રહ્યુ હતુ. હવે સોનમ ફરી એક વાર મોટા પરદે પાછી આવવા માટે તૈયાર છે.

સોનમ કપૂર તેના પિતા સાથે પહેલી વાર મોટા પરદે દેખાશે. હવે આ ફિલ્મ બોક્સઓફિસ પર કેવી સાબિત થાય છે તે જોવું રહેશે.

Share This Article