સેહબાન આઝિમ, જે ઝી ટીવીના તુજસે હૈં રાબતામાં મલ્હારનું પાત્ર કરી રહ્યો છે કહે છે, “છેલ્લા થોડા દિવસોથી હું અત્યંત ઘરેલું બની ગયો છું અને મારા માટે ઇદના આ શુભ પ્રસંગથી વધુ સારું શું હોઈ શકે કે, હું મારા સમગ્ર પરિવારની સાથે ફરીથી જોડાયો છું. છેલ્લા ૨ વર્ષથી હું મારા પરિવારની સાથે ઇદની ઉજવણી નથી કરી શક્યો, તેથી આજના દિવસે એક દિવસ માટે હું મારા ઘરે જઈશ અને આ વર્ષે ભવ્ય ઉજવણી કરવા ઇચ્છું છું. આ ઉપરાંત મારી માતાને ખરીદી કરવા તથા તેને સારું રાત્રી ભોજન કરાવીને તેમની સાથે પણ સમય વિતાવવા માટે આયોજન કરી રહ્યો છું. હું ઘરે જવા માટે અને મારા નજીકના સાથે ઇદની ઉજવણી કરવા માટે હું હવે રાહ નથી જોઈ શકતો.”
સેહરિષ અલી, જે ઝી ટીવીના ગુડ્ડન… તુમસે ના હો પાયેંગામાં લક્ષ્મીનું પાત્ર કરી રહી છે કહે છે, “ઇદએ હંમેશા મારા દિલની નજીક રહી છે, કારણકે, તેનાથી મારો સમગ્ર પરિવાર એકસાથે મળે છે અને કેટલાક સુંદર સ્વાદિષ્ટ વ્યંજનોની મજા માણવા મળે છે. આ વખતે, હું વધુ ઉત્સાહિત એટલા માટે છું કે, મારા પિતા અહીં શહેરમાં છું અને હું તેમની સાથે આ પ્રસંગની ઉજવણી કરવા અત્યંત ઉત્સાહિત છું. ઇદ મારા માટે હંમેશા એક પારિવારિક તહેવાર રહ્યો છે, પરંતુ આ વખતે હું ઇદની ઉજવણી ‘ગુડ્ડન… તુમસે ના હો પાયેંગા’ના સેટ પર મારા ‘રીલ’ પરિવારની સાથે ઉજવવા માટે ઉત્સાહિત છું. શોના સમગ્ર ક્રુ મે મેં સ્વાદિષ્ટ શીર- કોરમા બનાવવાનું આયોજન કર્યું છે, જેનાથી તેઓ આ ઇદના શુભ પ્રસંગની સ્વાદિષ્ટતાને માણી શકે.”
અદનાન ખાન જે, ઝી ટીવીના ઇશ્ક સુભાન અલ્લાહમાં કબિરનું પાત્ર કરી રહ્યો છે, કહે છે, “હું ઇદના આ શુભ તહેવારને મારા પરિવારની સાથે ઉજવવા માટે ખરેખર ખુબ જ ઉત્સાહિત છું. મારા અત્યંત વ્યસ્ત શૂટિંગના સમયમાંથી મેં આયોજન કરીને મારા જીવનના બે સૌથી સુંદર અને મહત્વના વ્યક્તિ મારી માતા અને મારા આંટીને સ્વાદિષ્ટ ડિનર માટે લઇ જઇશ અને ઇદની ઉજવણીની મજા માણીશ.”
ઝુબેર કે ખાન જે ઝી ટીવીના મનમોહિનીમાં વનરાજનું પાત્ર કરી રહ્યો છે, કહે છે, “ઇદની ઉજવણી માટે હું ભોપાલ જઈશ અને મારા પરિવારની સાથે ગુણવત્તાસભર સમય વિતાવિશ. નજીકના મિત્રો અને પરિવારની સાથે ઇદની ઉજવણી કરવીએ અત્યંત મજાની વાત છે. હું એટલો ઉત્સાહિત છું કે, મારાથી રાહ નથી જોવાતી અને સાથોસાથ ઘરની બનેલી અદ્દભુત બિરયાની અને શીર કોરમાની મજા માણીશ. મારા દરેક ચાહકો અને ચહિતાઓને ઇદ મુબારક.”
રીમ શેખ, જે ઝી ટીવીના તુજસે હૈં રાબતામાં કલ્યાણીનું પાત્ર કરી રહી છે, કહે છે, “રમઝાન અને ઇદ મારા પસંદગીના તહેવાર છે. આ શુભ પ્રસંગે મારો સમગ્ર પરિવાર રોઝા કરે છે અને હું પણ કેટલાક દિવસ રોઝા રાખવા પ્રયત્ન કરું છું. મારી પાસે મારા મિત્રોનું શીર કોરમાના ઓર્ડરનું લિસ્ટ હોય છે. મારા મિત્રોની માંગ પૂરી કરવા મારી મમ્મી દર વર્ષે સવારમાં વહેલી ઉઠી જાય છે અને શીર કોરમા તથા બિરયાનીની તૈયારી શરૂ કરી દે છે. આ ખૂબ જ મજાનો દિવસ હોય છે. અલ્લાહ દરેકને દુઆ આપે! ઇદ મુબારક!”