Anjar: જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર, હવા મહેલ વગેરે નિહાળેલા ત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો જેવા કે ગોલ્ડન ટેમ્પલ, મહારાજા રણજીતસિંહ સ્ટેચ્યુ, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર જેવા સ્થળો નિહાળેલા ત્યાર બાદ બાળકોને દિલ્હીમાં લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો ,અક્ષરધામ મંદિર, રાજઘાટ, કુતુબમિનાર, ઇન્દિરા મ્યુઝિયમ, સંસદ ભવન ,રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધેલ.

આ શૈક્ષણિક પ્રવાસમાં સામાન્ય એવી 2,500 રૂપિયા જ લીધેલી જે એક સરકારી શાળા ના સામાન્ય વર્ગના બાળકો અભ્યાસ કરે છે તો તેઓને જીવનમાં ઉપયોગી તેમજ શૈક્ષણિક બાબતને લગતી ઘણી બધી માહિતીઓ જાણવા મળેલી સાથે સાથે દિલ્હીમાં તેઓને મેટ્રો ટ્રેન ની પણ સવારી કરાવેલી શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ થતા બાળકોના વાલીઓએ શિક્ષકોનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કર્યું.
