ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી
ગાંધીનગર :તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષા ફીમાં વધારાની જાહેરાત કરી હતી. ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ફી વધારાથી બોર્ડને સીધી ૩.૪૫ કરોડની આવક થશે. ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૧૧ માર્ચથી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, ૨૦૨૪ માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં ૧૦ ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો સાથે જ પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફીમાં કરાયેલો ૧૦ ટકાનો વધારો વાલીઓના ખિસ્સા માટે ભારે પડશે. પરંતું શિક્ષણ બોર્ડ માટે તો દિવાળી બોનસ બની રહેશે. ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૩૫ રૂપિયાનો વધારો થતા હવે બોર્ડને ૧,૪૦,૯૩,૨૦૫ ની આવક થશે. આ જ રીતે રિપીટર અને ખાનગીમાં ૨૦ રૂપિયાનો ફી વધારો ઝીંકાયો છે. જેની આવક ૨૪,૧૭,૮૦૦ રૂપિયા રહેશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની વાત કરીએ તો, તેમાં ૫૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેની આવક ૧,૨૭,૬૨,૩૫૦ રહેશે. આ સિવાય ખાનગી નિયમિત, ખાનગી પુનરાવર્તીત અને પૃથકમાં ૩૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેમાં બોર્ડને રૂપિયા ૧૫,૯૪,૩૨૦ રૂપિયા પ્રાપ્ત થશે. આમ, કુલ મળીને આંકડો ગણીએ આ ફી વધારાથી શિક્ષણ બોર્ડને સીધી રૂપિયા ૩,૪૫,૪૩,૮૧૫ રૂપિયાની આવક થવાની છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more