અમદાવાદ: દેશની અગ્રણી આઇટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ આજે જાહેરાત કરી હતી કે, શાળાઓ માટે ભારતની સૌથી મોટી ટેકનોલોજી ક્વિઝ ટીસીએસ આઇટી વિઝ ૨૦૧૮ની અમદાવાદ એડિશન અમદાવાદમાં તા.૧૦ ઓગસ્ટના રોજ શુક્રવારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, રાજપથ ક્લબની પાછળ, એસ. જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજાશે.
આ ક્વિઝમાં ધોરણ ૮થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતાં શાળાનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. દરેક સંસ્થા મહત્તમ ૮ ટીમ મોકલી શકે છે અને દરેક ટીમમાં બે બાળકો સામેલ હોય છે. ક્વિઝમાં ભાગ લેવાની કોઈ એન્ટ્રી ફી નથી. ટીસીએસ આઇટી વિઝ ૨૦૧૮ ભારતમાં કુલ ૧૨ શહેરો – અમદાવાદ, બેંગલોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, કોલકાતા, મુંબઈ, નાગપુર અને પૂણેમાં યોજાશે. એન્ટ્રી સંબંધિત સંસ્થા મારફતે તા.૩ ઓગસ્ટ, ૨૦૧૮ના શુક્રવાર સુધી કે એ અગાઉ ક્વિઝ કોઓર્ડિનેટર, ટીસીએસ આઇટી વિઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ગરિમા પાર્ક, પ્લોટ નંબર ૪૧, જીએચઓ સર્કલ નજીક, ગાંધીનગર – ૩૮૨૦૦૭ને મોકલવાની રહેશે. વધારે વિગત મેળવવા ૦૭૯ ૬૬૭૧૨૬૦૫-૩૦૯૬ નંબર પર અથવા ઓનલાઇન પણ ડબલ્યુડબલ્યુડબલ્યુ.ટીસીએસઆઇટીવિઝ.કોમ પર રજિસ્ટર કરી શકાશે. ક્વિઝ ફોર્મેટમાં લેખિત પ્રાથમિક રાઉન્ડમાં ટોચની છ ટીમને રિજનલ ફાઇનલ માટે પસંદ કરવામાં આવશે. ફાઇનલ માટે એક જ સ્કૂલની વિવિધ ટીમ પસંદ થશે તો સ્ટેજ પર દરેક સ્કૂલમાંથી ટોપ સ્કોરિંગ ટીમને જ બોલાવવામાં આવશે. રિજનલ ફાઇનલમાંથી વિજેતા ટીમને નેશનલ ફાઇનલમાં સ્થાન મળશે.
આ ક્વિઝ કન્ટેસ્ટમાં ચાલુ વર્ષે રિજનલ ચેમ્પિયનને રૂ.૬૦,૦૦૦નું ગિફ્ટ વાઉચર મળશે, ત્યારે રનર્સ-અપને રૂ. ૪૦,૦૦૦નું ગિફ્ટ વાઉચર મળશે તેમજ ખાસ ડિઝાઇન કરેલી ટ્રોફી અને મેડલ પણ આપવામાં આવશે. ૬ ફાઇનલિસ્ટને પણ ટીસીએસ તરફથી વિવિધ ઇનામો મળશે, જેમાં જીમ બેગ, ટીસીએસ ૫૦ પેન ડ્રાઇવ સાથે બ્લુટૂથ સ્પીકર્સ અને વાયરલેસ આઉટડોર સ્પીકર્સ સાથે મલ્ટિફંક્શનલ મ્યુઝિક ટોર્ચ સામેલ છે. આ સિવાય દરેક શહેરમાં રિજનલ ફાઇનલ તમામ સહભાગીઓ માટે ટિ્વટર કન્ટેસ્ટ યોજાશે. ટોચનાં બે સૌથી વધુ ટ્વીટ અને શ્રેષ્ઠ ટ્વીટ ઓફ ધ ડે ને બ્લુટૂથ સ્પીકર્સ અને એલઇડી નાઇટ લાઇટ સાથે સ્માર્ટ મ્યુઝિક ફ્લાવર પોટ ઉપરાંત મલ્ટિફંક્શનલ ટોર્ચ મળશે. અન્ય સ્થાનોનાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવા રિજનલ ફાઇનલનું વેબકાસ્ટિંગ થશે. રિજનલ ફાઇનલનું વેબ સ્ટ્રીમિંગ આ વેબસાઇટ પર જોઈ શકાશે. ટીસીએસ આઇટી વિઝ એ વર્ષ ૧૯૯૯માં શરૂ થયેલી નોલેજ ઇનિશિયેટિવ છે, જે ધોરણ ૮થી ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓ માટે ભારતમાં સૌથી મોટી ઇન્ટર-સ્કૂલ આઇટી ક્વિઝ છે.
ક્વિઝનો ઉદ્દેશ કુશળતાઓ અંગે જાગૃતિ લાવવાનો અને તેનાં મહત્વ પર ભાર મૂકવાનો તથા વિદ્યાર્થીઓને ટેકનોલોજીને સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે સક્ષમ બનાવવાનો છે. અત્યારે સમાજ અને અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મુખ્ય પરિબળ છે. ક્વિઝ પ્લેટફોર્મ કમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફિલ્ડનાં અસરકારક માધ્યમ તરીકે કામ કરે છે, કારણ કે ક્વિઝ માટે સંશોધિત મોટાં ભાગનાં પ્રશ્રો શૈક્ષણિક ક્ષેત્રો બહારનાં હોય છે, જે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની બહારની જાણકારી મેળવવાની ફરજ પાડે છે. આઇટી ક્વિઝના ક્ષેત્રમાં પથદર્શક તરીકે ટીસીએસ આઇટી વિઝથી બૌધ્દ્વિક અને રસપ્રદ પ્રશ્નોના સમન્વય સાથે ક્વિઝની દુનિયામાં મોટુ પરિવર્તન આવ્યું છે.