ઇડીઆઈઆઈએ ‘ઉદ્યમિતા પખવાડા’ સાથે ઉદ્યોગસાહસિકતા માટે રાષ્ટ્રીય સ્તરના અભિયાનની શરૂઆત કરી

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમને ‘ઉદ્યમિતા પખવાડા 2025 (એન્ટરપ્રિન્યોરશિપ ફોર્ટનાઈટ 2025)’ નો પ્રારંભ કર્યો છે. આ ઉદ્યોગસાહસિકતા અને નવીનતાનો એક રાષ્ટ્રીય સ્તરે ઉજવાતો ઉત્સવ છે, જેનો હેતુ ઉદ્યોગસાહસિક માનસિકતાને પ્રોત્સાહિત કરવો અને સ્થાનિક નવીનતા પરિતંત્રને મજબૂત બનાવવો છે. આ પહેલ રાજ્ય સરકારોના શિક્ષણ વિભાગો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના સહયોગથી અમલમાં મુકાઈ રહી છે અને વિશ્વના ત્રીજા સૌથી મોટા ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમમાં વિવિધ વર્ગોમાં નવિનતા, રોજગાર સર્જન અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.

ઉદ્યમિતા પખવાડાનું ઉદ્ઘાટન 9 નવેમ્બર 2025ના રોજ લેહ, લદ્દાખમાં લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ઉદ્યોગસાહસ દિવસની ઉજવણી સાથે સુમેળ સાધીને આયોજિત આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન એન્ટરપ્રાઇઝિંગ લદ્દાખ રિપોર્ટ તથા ઉદ્યોગોની વિગતવાર માહિતી ધરાવતી કૅટલોગનું વિમોચન કરવામાં આવ્યું, તેમજ કાર્યક્રમ અંતર્ગત સ્થાપિત 80થી વધુ સ્થાનિક ઉદ્યોગોને પ્રદર્શિત કરતી પ્રોડક્ટ વૉલ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એન્ટરપ્રાઇઝિંગ લદ્દાખ થીમ અંતર્ગત અત્યાર સુધી 1,500થી વધુ લદ્દાખી વિદ્યાર્થીઓને ઉદ્યોગ વિકાસ, MSME સેટઅપ, બેંકિંગ અને માર્કેટિંગ વિષયો પર તાલીમ આપવામાં આવી છે.

લદ્દાખમાં સફળ પ્રારંભ બાદ, 9 નવેમ્બર 2025થી 21 નવેમ્બર 2025 દરમિયાન ભારતના અનેક રાજ્યોમાં સમાન પ્રકારના ક્ષેત્ર–કેન્દ્રિત કાર્યક્રમો સમકક્ષ રીતે આયોજિત કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ અને નવોદિત ઉદ્યોગસાહસિકોને વ્યવસાય સ્થાપના અને નવીનતા વિષયક વ્યવહારુ અનુભવ મેળવી શકે. આ કાર્યક્રમ ગુજરાત, નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, આસામ, કર્ણાટક, ઓડિશા, મેઘાલય, છત્તીસગઢ અને મણિપુર સહિતના અનેક વિસ્તારોમાં ચાલુ રહેશે, જ્યાં દરેક પ્રવૃત્તિ સ્થાનિક ઉદ્યોગસાહસિક ક્ષમતા અને તકોનું પ્રતિબિંબ કરતી એક વિશિષ્ટ થીમ પર કેન્દ્રિત રહેશે. આ પહેલ અંતર્ગત ભાગ લેનારા વિસ્તારોમાં વર્કશોપ્સ, પ્રદર્શનો, સંવાદ સત્રો, સ્પર્ધાઓ અને મેન્ટરશિપ સત્રોનું આયોજન કરવામાં આવશે, જેને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, છતાંય બધા કાર્યક્રમો એક સામાન્ય/સાંઝા દ્રષ્ટિકોણ સાથે જોડાયેલા છે.

ઉદ્યમિતા પખવાડાના પ્રારંભ પ્રસંગે ઇડીઆઈઆઈના મહાનિદેશક ડૉ. સુનીલ શુક્લાએ જણાવ્યું: “આજે ઉદ્યોગસાહસિકતા ભારતની પ્રગતિનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. દેશભરમાં, અસંખ્ય વણખેડાયેલી પ્રતિભા, વિચારો અને દૃઢ નિશ્ચય પ્રસારિત થવાની રાહ જોઈ રહ્યા છે. ઉદ્યમિતા પખવાડા દ્વારા આ ભાવનાને પ્રજ્વલિત કરવાનું અમારું પ્રયત્ન છે, જેથી સમાજના દરેક વર્ગના લોકો પોતાની આશાઓને એવા ઉદ્યોગોમાં રૂપાંતરિત કરી શકે, જે સર્વસમાવેશક અને સતત વિકાસને આગળ ધપાવે.”

Share This Article