ઉદ્યોગસાહસિકો વિકસાવી રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં આગવું પ્રદાન કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા એટલે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII). EDII એક સ્વાયત્ત સંસ્થા છે અને પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ અને સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ ૧૮૬૦ હેઠળ નોંધાયેલી છે. સૌભાગ્યવશ EDII જેવી સંસ્થાની સ્થાપના ગુજરાત રાજ્યમાં થઇ છે અને ઉદ્યોગ સાહસિકતાના ખ્યાલનો યુવાવર્ગમાં બહોળો પ્રચાર અને પ્રસાર થાય તે દિશામાં સંસ્થા વર્ષ ૧૯૮૩થી કાર્યાન્વિત છે.


ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ફાઉન્ડેશન, મુંબઇ ના સહયોગથી દિવ્યાંગ ઉદ્યોગ સાહસિક દ્ર્ર્રારા ચલાવવામાં આવતા પોતાના ધંધાનો વિકાસ થાય તે હેતુથી ૧૨ દિવસના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમ ૦૧.૦૭.૨૦૨૪ થી ૧૪.૦૭.૨૦૨૪ દરમ્યાન શ્રી રામદેવ મંદિર હોલ, પરઢોલ ખાતે યોજાયો.
આ તાલીમ કાર્યક્રમમાં કુલ ૨૫ દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો એ તાલીમ મેળવી. આ તાલીમ કાર્યક્રમમાં સરકારની અને બેંકની વિવિધ યોજનાઓની માહિતી આપેલ હતી. તેમજ પોતાના ધંધાનો વિકાસ તથા ઓનલાઇન અને બજારની વ્યુહ રચના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ શ્રી અમિત દ્રિવેદી, પ્રોજેકટ ડાયરેકટર, ઈ.ડી.આઇ.આઇ અને શ્રીમતિ પ્રિયંકા પટેલ, પ્રોગમ કો-ઓડીનેટર, EDII દ્રારા કરવામાં આવ્યું હતું.