એડલવીસ ગ્રુપની કંપની, એડલવીસ એસેટ મેનેજમેન્ટ કંપનીએ આજે ભારત બોન્ડ ઇટીએફ તરીકે ઓળખાતા ભારતના પ્રથમ જાહેર ક્ષેત્રના બોન્ડ ઇટીએફના પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. આ ઇટીએફ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ છે અને સરકારે એડલવીસ એએમસીને પ્રોડક્ટને સંચાલિત કરવાનો અધિકાર આપ્યો છે.
ભારત બોન્ડ ઇટીએફ બોન્ડ બજારોને વધુ ઊંડા કરવામાં અને નાના રોકાણકારોની ભાગીદારીને વધારવામાં મદદ કરશે. ઇટીએફ જાહેર ક્ષેત્રની કંપનીઓના એએએ રેટેડ બોન્ડમાં જ રોકાણ કરશે. ઇટીએફ દ્વારા એડલવીસ મ્યુચ્યુઅલ ફંડ 3 વર્ષના પાકતા સમયગાળામાં 2000 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે 3000 કરોડની પ્રારંભિક રકમ અને 10 વર્ષની પરિપક્વતા ગાળામાં 6000 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે 4000 કરોડ એકત્રિત કરવા વિચારે છે.
ઇટીએફ્સમાં લક્ષિત પરિપક્વતાના સ્ટ્રક્ચર્સ હશે. 3 વર્ષની પાકતી મુદત ધરાવતું ઇટીએફ નિફ્ટી ભારત બોન્ડ ઈન્ડેક્સ-એપ્રિલ 2023ને અનુસરશે અને 10 વર્ષની પાકતી મુદતનું ઇટીએફ નિફ્ટી ભારત બોન્ડ ઈન્ડેક્સ- એપ્રિલ 2030ને અનુસરશે. નિફ્ટી ભારત બોન્ડ ઇન્ડેક્સ- એપ્રિલ 2023ની યિલ્ડ 5 ડિસેમ્બર, 2019ના રોજ 6.69% અને નિફ્ટી ભારત બોન્ડ ઇન્ડેક્સ- એપ્રિલ 2030ની યિલ્ડ 7.58%* છે. જે રોકાણકારોએ આ ઇટીએફને 3 વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખી હશે તેમને ઇન્ડેક્સેશન સાથે કેપિટલ ગેઇન્સનો લાભ મળશે. ઇટીએફ જાહેર ક્ષેત્રની કંપનીઓના બનેલા નિફ્ટી ભારત બોન્ડ સૂચકાંકોના ઘટકોમાં રોકાણ કરશે. વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: https://www.bharatbond.in/
ભારત બોન્ડ ફંડ્સ ઓફ ફંડ્સ (એફઓફ) પણ એવા રોકાણકારો માટે શરૂ કરવામાં આવી રહ્યા છે કે જેમની પાસે ડીમેટ એકાઉન્ટ્સ નથી.
ભારત બોન્ડ ઇટીએફ મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇટીએફ્સ અને બોન્ડ્સની શ્રેષ્ઠ લાક્ષણિકતાઓ પ્રદાન કરે છે. તે સલામતી પૂરી પાડે છે, કારણ કે વ્યક્તિગત બોન્ડ્સમાં રોકાણની તુલનામાં તેમાં જાહેર ક્ષેત્રની ઉચ્ચ ગુણવત્તાની કંપનીઓના સમૂહ, તરલતા અને ખૂબ ઓછા રોકાણથી પ્રાપ્યતાનો સમાવેશ થાય છે. ભારત બોન્ડ ઇટીએફ એ ભારતમાં સૌથી ઓછા ખર્ચની મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ અને વિશ્વમાં સૌથી સસ્તી બોન્ડ ઇટીએફ/ફંડ પણ છે. જો રિટેલ રોકાણકાર ડેટ ઇટીએફના 2 લાખનું રોકાણ કરે છે, તો એએમસી ફક્ત એક રૂપિયાની મેનેજમેન્ટ ફી લેશે.
આ યોજના અંતર્ગત ઇન્ડેક્સના ઘટકોમાં રોકાણ કરશે. પૂરી પાડવામાં આવતી અનુમાનિત યિલ્ડ સૂચકાંકની હોય છે, સ્કીમની નહિ. સ્કીમ્સ ના તો મૂડીનું રક્ષણ કરતી હોય છે કે ન ગેરન્ટેડ વળતર આપતી પ્રોડક્ટ હોય છે અને તે ઇન્ડેક્સ જેટલું વળતર પેદા કરી શકે અથવા ન પણ કરી શકે.
એડલવીસ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના સીઈઓ, નીતિન જૈને જણાવ્યું હતું કે “અમે સન્માન અનુભવીએ છીએ કે સરકારે અમને ભારતના પ્રથમ કોર્પોરેટ બોન્ડ ઇટીએફનું સંચાલન કરવાનો અધિકાર આપ્યો છે. આ પ્રોડકટને શરૂ કરવાની સરકારની પહેલ, કોર્પોરેટ બોન્ડ માર્કેટને વધુ ઊંડાણ આપવામાં અને ખૂબ ઓછા ખર્ચની, વેરાકીય લાભ આપતી ડેટ પ્રોડક્ટ પ્રદાન કરવામાં મદદ કરશે જે નાના રોકાણકારો માટે આદર્શ રીતે યોગ્ય છે. આ પ્રોડક્ટને ડીઆઈપીએએમ, એડલવીસ અને એનએસઈ વચ્ચે એક વર્ષ કરતાં વધુ સમયના વિચાર-વિમર્શ પછી વિકસાવવામાં આવી છે અને તેમાં ખરેખર ખળભળાટ કરવાની ક્ષમતા છે.’’
એડલવીસ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ રાધિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘‘ભારત બોન્ડ ઇટીએફ એક અનન્ય લક્ષિત પરિપક્વતા માળખું ધરાવે છે, જેને ભારતના નિશ્ચિત આવકવાળા એવા રોકાણકારોની જરૂરિયાતો માટે ઘડવામાં આવ્યું છે કે જેઓ તેમના દેવાના રોકાણોમાં વળતરનું અનુમાન કરવાની ઇચ્છા રાખે છે. ઇટીએફ ત્રણ પ્રોડક્ટ્સના ફાયદાઓને જોડે છે- તે મ્યુચ્યુઅલ ફંડની જેમ વૈવિધ્યીકૃત છે, શેરની જેમ એક્સ્ચેન્જોમાં ટ્રેડ કરે છે અને બોન્ડની જેમ પાકે છે. તે આગામી વર્ષોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા જાહેર ક્ષેત્રના બોન્ડ્સના સંપૂર્ણ યિલ્ડ કર્વના વિકાસ તરફ દોરી જશે અને બોન્ડની કિંમતોમાં પારદર્શિતા લાવશે. ઋણ લેનારાઓ પાસે હવે ત્રણ લેવા માટે વિશાળ વ્યાપની મુદતો હશે છે અને રોકાણકારો પાસે તેમના રોકાણના સમય ગાળાઓને સુસંગત ડેટ પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જ હશે.”
વિશ્વમાં બોન્ડ ઇટીએફ્સ છેલ્લા એક દાયકામાં મુખ્યત્વે પરંપરાગત બોન્ડ ફંડ્સની તુલનામાં ઓછા ખર્ચના કારણે તંદુરસ્ત ગતિએ વિકસ્યા છે, વૈશ્વિક સ્તરે બોન્ડ ઇટીએફની એયુએમ 1 ટ્રિલિયન ડોલરની આસપાસ છે, તમામ એસેટ વર્ગોમાં કુલ ઇટીએફ એયુએમ લગભગ 4 ટ્રિલિયન ડોલર છે.
વીડિયો લિન્ક: બોન્ડ ઇટીએફમાં રોકાણ કરો- https://www.youtube.com/watch?v=4uCH35kHNjY