અશ્લીલ કન્ટેન્ટ બાદ મની લૉન્ડરિંગ કેસમાં EDએ રાજ કુન્દ્રાના ઘરે દરોડા પાડ્યા

Rudra
By Rudra 2 Min Read

મની લૉન્ડરિંગ કેસમાં EDએ શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાના ઘર પર દરોડા પાડ્યા. શિલ્પાના પતિના ઘર સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ એજન્સી દ્વારા 15 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર સહિત ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રિપૉર્ટ અનુસાર, આ રેડ મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ ક્રિએટ અને વિતરણ પર પ્રતિબંધ સાથે પણ સંબંધિત છે. મુંબઈ પોલીસે આ કેસમાં અગાઉ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, આ મામલામાં EDની ટીમ કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. વાસ્તવમાં, આ કેસમાં દેશમાં જે રૂપિયા એકઠા થયા હતા, તે આ વીડિયો દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ કુન્દ્રાની જૂન 2021માં અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે લગભગ બે મહિના જેલમાં રહ્યો, ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં તેને જામીન મળી ગયા. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસનું કહેવું છે કે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે પહેલા પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ અનેક લોકોની સંડોવણી બહાર આવી. આ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, મુંબઈ પોલીસમાં ટોચના સ્તરે ફેરફારને કારણે કેસની તપાસને અસર થઈ હતી. બાદમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર તેની તપાસ આગળ ધપાવવાનું શરૂ કર્યું હતું. તપાસમાં રાજ કુન્દ્રાની કંપની હૉટશૉટ્‌સની સંડોવણી બહાર આવી હતી. રાજની ધરપકડ અને આ સમગ્ર મામલાને કારણે શિલ્પા શેટ્ટીની પ્રતિષ્ઠા પણ કલંકિત થઈ હતી.

Share This Article