કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નઇના સ્થળે ઇડીના છાપા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એરસેલ-મેક્સિસ કેસમાં ઇડીએ આજે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ચેન્નઇ અને દિલ્હી સ્થિત સ્થળોએ છાપ્યા માર્યા. એરસેલ-મેક્સિસ કેસમાં કાર્તિ ચિદમ્બરમ પર મની લોન્ડરિંગના આરોપ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ચેન્નઇના ચાર અને દિલ્હીના એક સ્થળે તપાસ કરવામાં આવી હતી. કાર્તિના વકીલે જણાવ્યું કે ઇડીએ દરોડા દરમિયાન કોઇ દસ્તાવેજ પોતાના જાપ્તામાં લીધા નથી.

એરસેલ મેક્સિસ સોદાને વિદેશી વેપાર બોર્ડ અફઆઇપીબીને ૨૦૦૬માં મંજૂરી આપવામાં આવી હતી. તપાસ એજન્સીનું કહેવું છે કે એફઆઈપીબીએ આ બાબતે પોતાના અધિકાર ક્ષેત્રેથી બહાર જઇને રોકાણ રકમને મંજૂરી આપી છે, જેથી તે અધિકૃત નથી. આ બાબતે ચિદમ્બરમે આ આરોપોનું ખંડન કરતાં જણાવ્યું કે આ કામ કાયદેસર રીતે કરવામાં આવ્યું છે.

Share This Article